loader

Breaking News


Home > National > કોંગ્રેસને ઘેરવાની તૈયારીમાં ભાજપ, આજે કટોકટી વિરોધી દિવસ મનાવશે


Foto

કોંગ્રેસને ઘેરવાની તૈયારીમાં ભાજપ, આજે કટોકટી વિરોધી દિવસ મનાવશે

June 25, 2018, 10:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજથી ૪૩ દિવસ પહેલા ૧૯૭૫ ની ૨૫-૨૬ જુનની રાત્રે લગાવવામાં આવેલી કટોકટીનાં વિરોધમાં ભાજપ કટોકટી વિરોધી દિવસ મનાવવા જઈ રહી છે. દિલ્હી પ્રદેશ ભાજપે જણાવ્યું હતું કે જનતાના મૌલિક અધિકારોનાં ભંગ કરવાનાં વિરોધમાં ૨૫ જુનના રોજ ભાજપ કટોકટી વિરોધ દિવસ મનાવશે. આ મુદ્દે પ્રદેશ ભાજપે કટોકટી સ્મરણ સમિતિ તરફથી સોમવારે સાંજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમાં કટોકટી દરમિયાન લોકતંત્ર બચાવવા માટે કાર્ય કરનારા લોકોને સન્માનિત કરવામાં આવશે. દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે ૨૫ જુન, ૧૯૭૫ નાં રોજ કોંગ્રેસે કટોકટી લગાવીને નાગરીકોનાં મૌલિક અધિકારોનું હનન કર્યુ હતું. તે સમયે કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર પણ ખત્મ થઇ ગયું હતું.