loader

Breaking News


Home > National > BJP ઉઠાવી રહી છે જવાનોની બહાદુરીનો રાજકીય ફાયદો : કોંગ્રેસ


Foto

BJP ઉઠાવી રહી છે જવાનોની બહાદુરીનો રાજકીય ફાયદો : કોંગ્રેસ

June 28, 2018, 2:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સરહદ પાર આતંકી ઠેકાણાઓ પર સપ્ટેમ્બર ૨૦૧૬ નાં રોજ કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈકનો વિડીઓ બહાર આવ્યાં બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ આપણા જવાનોની બહાદુરી અને બલિદાનનો રાજકીય અને ચુંટણીનો ફાયદો ઉઠાવવા આતુર છે. પાર્ટીએ તે પણ દાવો કર્યો હતો કે મોદી સરકાર એક બાજુ જવાનોની બહાદુરી પર રાજકીય રોટલા શેકવાની કોશિશ કરી રહી છે અને બીજી બાજુ તે સૈન્યના બજેટમાં કાપ અને તેના સાથે ભેદભાવ કરી રહી છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ૨૮-૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ ની સર્જીકલ સ્ટ્રાઈક બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહી અને આપણા દેશના વિરુદ્ધ ઘડવામાં આવેલા આતંકી કાવતરા નિષ્ફળ બનાવવા બદલ ભારતીય સૈન્ય અને સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યુ હતું.