loader

Breaking News


Home > Gujarat > એક દેશ એક ચુંટણી માટે શું ભાજપ ગુજરાત વિધાનસભા ભંગ કરવા તૈયાર છે ? રાજીવ સાતવનો સવાલ


Foto

એક દેશ એક ચુંટણી માટે શું ભાજપ ગુજરાત વિધાનસભા ભંગ કરવા તૈયાર છે ? રાજીવ સાતવનો સવાલ

Aug. 14, 2018, 11:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સાંસદ અને ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે ભાજપ એક દેશ એક ચુંટણીની વાત કરી રહી છે તો શું ગુજરાત વિધાનસભા ભંગ કરવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નિવેદન તેમજ ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફથી વિધિ આયોગને મોકલવામાં આવેલ એક સાથે ચુંટણી કરાવવાનાં પત્રને અનુલક્ષીને પ્રભારી રાજીવ સાતવે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ગુજરાતમાં લોકસભા ચુંટણીની તૈયારીમાં લાગેલ પ્રદેશ કોંગ્રેસની એક બેઠક પહેલાં પ્રભારી રાજીવ સાતવે ભાજપનાં એક દેશ એક ચુંટણીનાં દાવા પર પલટવાર કરતાં જણાવ્યું હતું કે શું ભાજપ ગુજરાતમાં વિધાનસભા ભંગ કરવા તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી દેશમાં એક સાથે ચુંટણી યોજવાની ફિરાકમાં છે. ભાજપનાં સુત્રોનાં જણાવ્યા મુજબ ૨૦૧૯ માં લોકસભાની સાથે જ એક ડઝનથી વધુ રાજ્યોની વિધાનસભાની ચુંટણી કરાવીને એક દેશ એક ચુંટણીનું ઉદાહરણ રજુ કરી શકે છે. ભાજપનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આ માટે સંવિધાન સંસોધન અથવા ચુંટણી નિયમોમાં કોઈ મોટું સંશોધન કરવાની જરૂર નહી પડે.