loader

Breaking News


Home > National > કર્ણાટકમાં સંવિધાનની મજાક ઉડાવી રહી છે ભાજપ : રાહુલ ગાંધી


Foto

કર્ણાટકમાં સંવિધાનની મજાક ઉડાવી રહી છે ભાજપ : રાહુલ ગાંધી

May 17, 2018, 12:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કરીને ભાજપ પર ભારે આક્ષેપ કર્યા હતા. રાહુલ ગાંધીએ ભાજપ દ્વારા સરકાર બનાવવાની કોશિશોને સંવિધાનને મજાક બનાવી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ સંવિધાનની મજાક ઉડાવી રહી છે તે બહુમતી વગર કર્ણાટકમાં સરકાર બનાવવાનાં પ્રયત્નો કરી રહી છે. ભાજપ જયારે પોતાની જીતનો જશ્ન માનવી રહી હતી ત્યારે દેશ લોકતંત્રની હારનો માતમ માનવી રહ્યો છે. કર્ણાટકમાં બહુમતી વગર સરકાર બનાવવી સંવિધાનની મજાક ઉડાવવા બરાબર છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપનાં નેતા બી.એસ. યેદિયુરપ્પાએ ત્રીજી વખત કર્ણાટકનાં મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. જો કે મંત્રીમંડળ હાલ શપથ નહી લઇ શકે. આ શપથવિધિ રોકવા માટે કોંગ્રેસ સુપ્રિમ કોર્ટ પહોંચી હતી પણ કોર્ટે રાજ્યપાલનો નિર્ણય માન્ય રાખ્યો હતો.

જો કે સુપ્રિમ કોર્ટે ભાજપ સમર્થક ધારાસભ્યોનું લિસ્ટ માંગ્યું છે તેમજ રાજ્યપાલને આપવામાં આવેલા સમર્થનપત્રની પણ માંગ કરી છે. સુપ્રિમ કોર્ટ હવે આ મુદ્દે શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગ્યે વધુ સુનાવણી હાથ ધરશે.