loader

Breaking News


Home > Gujarat > ભાજપનાં રાજમાં બુટલેગરો બેફામ, કોન્સ્ટેબલ વિજય કોરડિયાની હાથની આંગળીયો કાપી


Foto

ભાજપનાં રાજમાં બુટલેગરો બેફામ, કોન્સ્ટેબલ વિજય કોરડિયાની હાથની આંગળીયો કાપી

July 28, 2018, 12:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનાં ગુજરાતમાં એક તરફ ભાજપ સરકાર દારૂ બંદીની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે રાજ્યમાં ઠેર ઠેર બેફામ દારૂની હેરા ફેરી થઇ રહી છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરનાં પૂર્વ એસપી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યુ હતુ કે, ગાંધીનગરમાં દારૂ જોવા મળતો નથી. ત્યારે આ પોલીસ અધિકારીને ખોટા સાબિત કરવાની ઘટના સામે આવી છે. ગાંધીનગર જિલ્લો એ સરહદી સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલો હોવાથી રાજસ્થાનથી પુષ્કળ દારૂની હેર ફેર જિલ્લાનાં ધોરી માર્ગો પર થતી હોવાનું ઘણીવાર જનમુખે ચર્ચાયુ છે.ગઇકાલે સાંજે ચિલોડા નરોડા હાઇવે પર આવેલી લવારપુર ચોકડીએ ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજય કોરડિયા પર બુટલેગરોએ ઘાતકી હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે કોન્સ્ટેબલ વિજય કોરડિયાએ એક ટેમ્પો જોયો હતો, કોન્સ્ટેબલને તેની આગળ બે યુવાનો અને પાછળ બે યુવાનો બાઇક પર પાઇલોટીંગ કરતા નજરે ચઠ્યા હતા. જેથી શંકાનાં આધારે તેણે ટેમ્પો રોકવાનો પ્રયાસ કર્યો, જેમા બુટલેગરોએ તેમની ઉપર છરી વડે હુમલો કરતા કોરડિયાએ છરી હાથમાં પકડી લીધી હતી, જેના કારણે તેની બંન્ને હાથની પાંચ આંગળીયો કપાઇ ગઇ હતી. કોન્સ્ટેબલો પર હુમલો થતા આસપાસનાં દુકાનદારો તેમને બચાવવા દોડી આવ્યા હતા, જેમાં એક પ્રકાશ ગોહિલ નામના શખ્શે બુટલેગરોનો પ્રતિકાર કરતા તેની ઉપર પણ હુમલો કરતા તે પણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. જો કે બાદમાં જિલ્લા કંન્ટ્રોલરૂમને જાણ થતા ટેમ્પો સહિત હુમલાખોરોને ગાંધીનગરની હદમાં જ ઝડપી લેવામાં આવ્યા હતા.

ઘાયલ કોન્સ્ટેબલને તાત્કાલીક અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કોન્સ્ટેબલ વિજય કોરડિયા સીએમ સીક્યુરીટી સંભાળતા ડીએસપી ચિરાગ કોરડિયાનો ભાઇ છે. રાજ્યની ભાજપ સરકાર મસ્ત મોટા દાવા કરીને કહે છે કે ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ દારૂ વહેચાતો નથી, હેર ફેર થતી નથી પરંતુ ગુજરાતનાં ત્રણ યુવા ચહેરાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ એસપી કચેરીથી ફક્ત 100 મીટર દૂર બુટલેગરોનાં ઘરે રેડ પાડી દારૂ પકડ્યો હતો. ત્યારે મહત્વની વાત એ છે કે હવે જનતા પણ માની રહી છે કે સરકાર જ બુટલેગરોને પ્રોત્સાહન આપી દારૂનું વેચાણ કરાવી રહી છે. દારૂનાં બુટલેગરો સાથે ભાજપનાં નેતાઓનાં સારા સંબંધોનાં કારણે સરકાર બુટલેગરો ઉપર કોઇ ક્રાયવાહી કરી શકતી નથી તેમજ પોલીસ અને સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ પાસે બુટલેગરોનો કરોડો રૂપિયાનો હપ્તો જાય છે, તેવી ચર્ચા પણ પબ્લિકમાં થઇ રહી છે.