loader

Breaking News


Home > Gujarat > ખેડુતો મુદ્દે ભાજપે કર્યા કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું ખેડૂતો માટે ભાજપ લાવી અનેક યોજના


Foto

ખેડુતો મુદ્દે ભાજપે કર્યા કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું ખેડૂતો માટે ભાજપ લાવી અનેક યોજના

Sept. 5, 2018, 9:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ખેડૂતો મુદ્દે ભાજપે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપે કહ્યું હતું કે ગુજરાતની જનતા જાણવા માંગે છે કે નર્મદા વિરોધી મેઘા પાટકરને કોણે બોલાવ્યાં ? કોંગ્રેસ નર્મદા વિરોધી છે. ડેમની ઊંચાઈ, દરવાજા, કેનાલો અને વિસ્થાપિતોના મુદ્દે કોંગ્રેસે હંમેશા આડખીલી બનીને નર્મદા યોજનાને સતત ખોરંભે પાડવાનું અને સતત રોકવાનું કામ કર્યું છે. ત્યારે હાર્દિક પટેલ અને તેના આગેવાનો દ્વારા નર્મદા વિરોધી કોંગ્રેસના નેતાઓ “પાછા જાવ” તેવા નારા સાથે તેમને દૂર કરવાની હિંમત બતાવવી જોઈએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ, નેતૃત્વની ઈર્ષ્યા કોંગ્રેસ અને ગુજરાત વિરોધીઓને આવે છે. તેથી તેમને "દુઃખે છે પેટ અને કૂટે છે માથું "તેવો કોંગ્રેસ અને ગુજરાતનો વિરોધીનો ઘાટ છે. ભાજપ સરકાર ખેડૂતો માટે સ્કાય યોજના લાવી, ખેડૂતોને પૂરા પ્રમાણમાં દોઢગણાં ભાવ મળી રહે તે માટે એમ.એસ.પી.યોજના લાવવામાં આવી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી 4000 કરોડની ખરીદી કરવામાં આવી છે.