loader

Breaking News


Home > National > ધમકીભર્યા પત્રથી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે બીજેપીઃ શરદ પવાર


Foto

ધમકીભર્યા પત્રથી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે બીજેપીઃ શરદ પવાર

June 11, 2018, 10:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ૨૦૧૯ની લોકસભાની ચુંટણીને લઇને દરેક પક્ષ કોઇને કોઇ રીતે જનતાનો વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તાજેતરમાં પીએમ મોદીને જાનથી મારી નાખવાના પત્રની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ અંગે એનસીપી પ્રમુખ શરદ પવારે બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, બીજેપી લોકોની સહાનુભૂતિ મેળવવા આ પ્રકારનાં ખેલ કરી રહી છે.



એનસીપી પ્રમુખ શરદ પવારે પુનેનાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યુ કે, બીજેપી કહી રહી છે કે ધમકીભર્યો પત્ર મળ્યો છે, પરંતુ મે એક સેવાનિવૃત પોલીસ અધિકારીને આ અંગે જ્યારે પુછ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, પત્રમાં તે મુજબનું કઇ જ નથી. પવારે વધુમાં કહ્યુ કે, આ પત્રને મોદી સરકાર જનતાની માત્ર સહાનુભૂતિ મેળવવા ઉપયોગ કરી રહી છે. પવારે ઇશારામાં જ કહ્યુ કે, લોકસભા ચુંટણી નજીક આવી ગઇ છે અને સરકાર પાસે કોઇ ખાસ બતાવવા લાયક છે જ નહી એટલે તે આ પ્રકારનાં ખોટા સ્ટંટ કરી રહી છે.