loader

Breaking News


Home > National > ભાજપને યેન-કેન પ્રકારે કર્ણાટક જોઈએ, લોકોએ ઉડાવી સોશિયલ મિડીયા પર ઠેકડી.


Foto

ભાજપને યેન-કેન પ્રકારે કર્ણાટક જોઈએ, લોકોએ ઉડાવી સોશિયલ મિડીયા પર ઠેકડી.

May 19, 2018, 1:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કર્ણાટક:કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી પછી જે રીતે રાજકીય તનાવભરી સ્થિતિ ઉભી થઇ છે, અને ભાજપે બંધારણની ધજીયા ઉડાવીને પોતાની પાસે પુરતી બહુમતી નથી તે જાણવા હોવાં છતાં ભાજપે યેદિયુરપ્પાને રીતે શપથ લેવડાવી છે તેનાં કારણે સોશિયલ મીડિયા ઉપર લોકો ભાજપ અને ખાસ કરીને રાતો-રાત દેશમાં પ્રખ્યાત બની ગયેલાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની લોકોએ ખુબ જ ઠેકડી, મશ્કરી અને કોમેન્ટો સોશિયલ મીડિયા ઉડાવી છે. તમને જણાવી દઈએ કે જેવી રીતે ગુજરાત ચુંટણીમાં જે રીતે વિકાસ ગાંડો થયો છે નો નારો કોંગ્રેસે બરાબર ચગાવ્યો હતો તેવાં જ હાલ અત્યારે કર્ણાટકમાં થઇ રહ્યા છે.

અત્યારે કર્ણાટકમાં ભાજપે બહુમતી સાબિત કરવાની અગ્નિપરીક્ષા આપવી પડશે જો ચાર વાગ્યા સુધી બહુમતી સાબિત નહિ કરી સકે તો રાજ્યપાલ કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો ફરજિયાત આપવો પડશે. કોંગ્રેસ અને જેડીએસ અત્યારે પોતાનાં ધારાસભ્યોને ભાજપથી બચાવવામાં રિસોર્ટમાં લઇ ગયાં છે. આવી પરીસ્થિતિ ઉભી કરાવા પાછળ અમિત શાહની ભેજભાજ રણનીતિ જવાબદાર છે. જુના હિસાબો ચૂકતો કરવા અમિત શાહે આ તખ્તો તૈયાર કર્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી દરમિયાન ભાજપે જે રીતે ધારાસભ્યોને તોડવા માટે માસ્ટરસ્ટ્રોક ખેલ્યો હતો તેનું જ ભાજપ અત્યારે પુનરાવર્તન કરી રહી છે. કોંગ્રેસ આ વખતે ગુજરાત જેવું રિપીટ ના થયા તે માટે તમામને રિસોર્ટમાં લઇ ગઈ છે અને આ વ્યૂહ તેમનો સફળ થશે તેવું લાગે છે.કારણકે ભાજપ અને જેડીએસના અસંતુષ્ટોને સાથે ભાજપનાં નેતાઓ વાટાઘાટો કરી શકયાં જ નથી.

-સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં મેસેજો:

-કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈએ ચોખવટ કરી.....કોઈ પણ પક્ષવાળાએ બપોરે ૧થી૪ ગવર્મેન્ટ રચવા કરવા આવવું નહિ.......રાજકોટનો છું.

-ભાજપ: અમે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી વાળા...

કોંગ્રેસ-જેડીએસ:અમે બહુમતી વાળા

રાજ્યપાલ:અમે વજુભાઈ વાળા

-"સીટ"તો કોંગ્રેસ ગણે છે અમે તો સરકાર ગણીએ છીએ.

-અમારી પંજાબ અને પોંડિચેરી સિવાય અન્ય કોઈ શાખા નથી...લી કોંગ્રેસ..

સરકારી કર્મચારીઓને ૧૨થી૪ આરામ...સવારે ગાંઠિયાના નાસ્તાની લારીઓ માટેની જગ્યા.....ભૂંગળા બટેટાની ઠેર ઠેર લારીઓ....ઠેરઠેર પાનાના અફલાતુન ગલ્લા...રાત્રે ઉનાળામાં બરફનો ગોળો...દરેક ચાર રસ્તે સોડા સોપ..જે પાર્ટી આ બધું કર્ણાટકને આપશે તેને જ હું સરકાર બનાવા આમંત્રણ આપીશ...લિ.વજુભાઈ વાળા(રાજકોટ વાળા)

કર્ણાટક ચૂંટણીમાં ભાજપને જે તકલીફ છેલ્લા ત્રણ મહિનામાં નથી પડી એટલી તકલીફ આજે છેલ્લાં ત્રણ કલાકમાં પડી રહી છે...

બીજી બાજુ બિપ્લબ દેવે યેદુને ફોન કરીને પૂછ્યું કે કયા ફ્લોરનો ટેસ્ટ કરવાનો છે ? બાજરી, ઘઉં, મકાઈ કે પાંચમાં માળનો