loader

Breaking News


Home > National > ભાજપ સામે નેહલે પે દહેલા, કોંગ્રેસ - JDs ના સભ્યોને ટચ કરવા જતા BJP ના સભ્ય ટચસ્ક્રીન થઇ ગયાં


Foto

ભાજપ સામે નેહલે પે દહેલા, કોંગ્રેસ - JDs ના સભ્યોને ટચ કરવા જતા BJP ના સભ્ય ટચસ્ક્રીન થઇ ગયાં

May 19, 2018, 3:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં સત્તાનું કોકડું બરાબરનું ગૂંચવાયું છે ત્યારે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવીને સત્તા મેળવવામાં લાગી ગયો છે. દેશની જનતાની ધારણા અનુસાર ભાજપ કોંગ્રેસ અને જેડીએસનાં ધારાસભ્યોને પૈસાથી ખરીદીને લાવશે તેવી સ્થિતિનું હકીકતમાં નિમાર્ણ થઇ ગયું છે જેનાં પગલે બંને પક્ષોએ પોતાનાં ધારાસભ્યો હૈદરાબાદ ખસેડ્યા છે.

જો કે મામલામાં ટ્વીસ્ટ હવે આવી છે. ભાજપ ખુદ કોંગ્રેસ - જેડીએસનાં ધારાસભ્યોને ટચ કરવાં જાય તે પહેલા BJP ના એક MLA ટચ થઇ ગયા છે. વાત જાણે એમ છે કે ભાજપનાં એક ધારાસભ્ય પ્રીતમ ગોવડા જેડીએસના કેમ્પમાં આવી શકે છે જો આમ થાય તો ભાજપને બેશક મોટો ફટકો પડી શકે છે.

આ ઉપરાંત સૂત્રોનાં રીપોર્ટ મુજબ ભાજપનાં ત્રણ વોકાલિંગા ધારાસભ્યો કોંગ્રેસ - જેડીએસનાં સમર્થનમાં આવી શકે છે. ઉલ્લખનીય છે કે મુખ્યમંત્રી પદના દાવેદાર કુમારસ્વામી વોકાલિંગા સમુદાયમાંથી આવે છે. આમ હવે આવતીકાલે ચાર વાગ્યે બહુમતી સાબિત કરવાની છે ત્યારે આ ઘટનાક્રમ ભાજપ માટે ધરમ કરતાં ધાડ પડી તેવો ઘટનાક્રમ સર્જી શકે છે.