loader

Breaking News


Home > National > 2019 લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ભાજપનો થઇ જશે સફાયો : તેજપ્રતાપ યાદવ


Foto

2019 લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ભાજપનો થઇ જશે સફાયો : તેજપ્રતાપ યાદવ

Sept. 19, 2018, 10:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બિહારના પૂર્વ આરોગ્ય મંત્રી તેજપ્રતાપ યાદવે જણાવ્યું હતું કે વર્તમાન સરકારે ગરીબોને પુરી રીતે નકારીને ફક્ત ઉદ્યોગપતિઓને માથા પાર બેસાડયા છે. 2019 માં સમગ્ર દેશમાંથી ભાજપનો સફાયો થઇ જશે. તેમણે જણાવ્યું હતું કે માલ્યા જેવા ઉદ્યોગપતિઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંરક્ષણ મળેલ છે. તે લોકોને પકડીને પાછા લાવવું જોઈએ જે ગરીબોના પૈસા લઈને ફરાર થઇ ગયા છે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે દેશમાં ક્યાંય પણ મહિલા સુરક્ષિત નથી. તેમણે પોતાના પિતા લાલુપ્રસાદ યાદવ રેલવેમંત્રી હતા ત્યારનો સમય યાદ કરીને જણાવ્યું હતું કે જેઓ ત્યારે રેલમંત્રી હતા ત્યારે રેલવેને જમીન સ્તરે જોડવા માટે ખાદીના પડદા, કુહાડી જેવા સફળ પ્રયોગો કરીને ઘણો નફો કમાયા હતા તેમજ કુલીયોનું નિયમિતકારણ શરુ કર્યું હતું. હવે રેલવેની હાલત અને કુલીયોની દશા ઘણી ખરાબ થઇ ગઈ છે.