loader

Breaking News


Home > Gujarat > ભાજપ જળસંચયનાં ફંડથી આગામી લોકસભા ચુંટણી લડશે, પરેશ ધાનાણીનો આક્ષેપ


Foto

ભાજપ જળસંચયનાં ફંડથી આગામી લોકસભા ચુંટણી લડશે, પરેશ ધાનાણીનો આક્ષેપ

May 1, 2018, 5:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત સ્થાપના દિવસ નિમિતે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે જે કોઈ લોકોએ તન મન અને ધનથી ગુજરાતને ઘડવામાં યોગદાન આપ્યું છે તેવા યોદ્ધાઓને કોંગ્રેસનાં કાર્યકર તરીકે સલામ કરું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતીઓએ સ્વયંપ્રકાશિત કરેલ ચાંદનીને દાગ લગાડવાનું કામ કોઈએ કરવું જોઈએ નહી.

પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સેવક બનીને કામ કરવાનું સ્વપ્ન બતાવનાર ભાજપની સરકારમાં મહારાજ બનીને રાજકાજ ચલાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સામાન્ય માણસનો અવાજ રૂંધાય છે, સમાન્ય માણસનો અધિકાર ઝૂંટવાય છે. સમાન્ય માણસની અપેક્ષાઓ પૂરી કરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

ભાજપ સરકારનાં જળસંચય અભિયાનની ટીકા કરતા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે દરવર્ષે ચોમાસાની શરૂઆત પહેલા ચેકડેમ અને તળાવો ઊંડા કરવાનાં બહાને રાજ્ય સરકારની તિજોરી લુંટવાનું કામ જળસંચયનાં બહાને થઇ રહ્યું છે. વર્ષોથી જળસંચયનાં નામે કરોડોની કમાણી કમલમમાં ઠલવાય છે. વધુમાં તેઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાજપે લોકસભા ૨૦૧૯ ની ચુંટણીનું ફંડ જળસંચયથી ભેગું કરવાનું નક્કી કર્યું છે અને તેનાથી આગામી લોકસભા ચુંટણી લડશે.