loader

Breaking News


Home > National > IDBI બેન્કને બચાવવા ભાજપ સરકાર LIC નો ભોગ લેશે


Foto

IDBI બેન્કને બચાવવા ભાજપ સરકાર LIC નો ભોગ લેશે

June 29, 2018, 1:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આડેધડ લોન આપીને હવે નોન પરર્ફોમિંગ એસેટ્‌સની સમસ્યા સામે ઝઝૂમી રહેલી સરકારી બેન્કોને એનપીએના ફંદામાંથી છોડાવવા માટે સરકાર નવુ પગલુ લેવાનુ વિચારી રહી છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે ૨.૧ લાખ કરોડ રુપિયાના રિકેપિટલાઈઝેશન પ્રોગ્રામને મંજુરી આપી છે. આ પ્રોગ્રામના ભાગરૃપે સૌથી વધારે એનપીએ ધરાવતી આડીબીઆઈ બેંકને દેશની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસીને પધરાવી દેવાની હિલચાલ મોદી સરકાર કરી રહી છે.

એલાઈસી પાસે દેશના કરોડો લોકોની મૂડી છે.કારણકે દર વર્ષે લોકો પોતાની બચતની રકમમાંથી એલઆઈસીમાં ઈન્સ્યોરન્સ પોલિસી સ્વરુપે રોકાણ કરતા હોય છે. જે ભવિષ્યમાં કામ લાગી શકે પણ એક બેન્કને બચાવવા માટે હવે તેને એલઆઈસીના હવાલે કરી દેવાનો મતલબ છે કે એલઆઈસીમાં જે પ્રીમીયમ લોકો ભરે છે તેનો ઉપયોગ આઈડીબીઆઈ બેન્કને ડૂબવાથી બચાવવામાં થશે.

જો કે તેનાથી આઈડીબીઆઈ બેન્કની એનપીએની જે મૂળ સમસ્યા છે તે હલ થશે તે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે અને તેના કારણે એલઆઈસીના ગ્રાહકોના પૈસાનુ શું થશે તે પણ વિચારવા જેવી બાબત છે. હાલમાં આઈડીબીઆઈ બેન્કમાં સરકારની ૮૫ ટકા ભાગીદારી છે. બેન્કને સરકાર ૧૦૦૦૦ કરોડની પહેલા જ મદદ કરી ચુકી છે. આમ છતાં તે હાલમાં બીમારુ બેન્કોની યાદીમાં મોખરે છે. સરકાર બેન્કોમાંથી પોતાનો હાથ ખેંચવા માંગે છે. આ માટે આઈડીબીઆઈ બેન્ક અનુકુળ આવે તેમ છે. કારણકે તે નેશનલાઈઝેશન એક્ટ હેઠળ આવતી નથી. જેથી સરકારને કાનૂની અડચણનો સામનો કરવો પડે તેમ નથી. બજારમાં એલઆઈસીએ ૧ ટ્રિલિયન રુપિયા લોન પેટે આપેલા છે.