loader

Breaking News


Home > Gujarat > અધ્યક્ષની ખુરશી પર બેસી BJP કાર્યકરે ખુરશીની ગરિમાનું અપમાન કર્યું


Foto

અધ્યક્ષની ખુરશી પર બેસી BJP કાર્યકરે ખુરશીની ગરિમાનું અપમાન કર્યું

April 2, 2018, 2:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં સુરક્ષા મામલે ભારે ચૂક થયેલી સામે આવી છે. જેમાં વડોદરાનાં ભાજપ કાર્યકરે છે ક વિધાનસભા ગૃહમાં પહોંચી અધ્યક્ષની ખુરશી પર બેસીને સેલ્ફી લીધી હહતી તેમજ તેનો વિડીઓ પણ ઉતાર્યો હતો. રાહુલ પરમાર બી.ઈ. થયેલો છે અને તે વડોદરાના વોર્ડ સાતમાં ભાજપનો કાર્યકર હોવાની સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ પણ છે. વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ખુરશીમાં બેસી ફોટો લીધો હતો.

વધુમાં તેણે ગૃહમાં જગ્યા પર બેસીને માઇકમાં બોલતો હોય તેવી સ્ટાઇલમાં પણ તસવીરો પડાવી હતી. આ યુવાને સોશિયલ મીડિયામાં આ તસવીરો શેર કરી ત્યારે વિધાનસભા અધ્યક્ષ અને સભ્યોને આ વાતની જાણ થઇ ગઇ હતી. જે બાદ વિધાનસભા અધ્યક્ષે આ મામલે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષની ખુરશીમાં બેસીવું તે બંધારણીય ગુન્હો બને છે. આ એક પ્રકારનું અધ્યક્ષનું અપમાન ગણાય છે ત્યારે પોતાના કાર્યકર એવા રાહુલ પરમાર પર ભાજપ સરકાર શું કાર્યવાહી કરે તે જોવાનું રહેશે.