loader

Breaking News


Home > Gujarat > વિધાનસભામાં ધાંધલનાં મુદ્દે ભાજપનું એક્શન, કોંગ્રેસનું રીએક્શન, સામે પ્રજાનું સિલેક્શન તેની ભારે ચર્ચા


Foto

વિધાનસભામાં ધાંધલનાં મુદ્દે ભાજપનું એક્શન, કોંગ્રેસનું રીએક્શન, સામે પ્રજાનું સિલેક્શન તેની ભારે ચર્ચા

March 14, 2018, 8:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપનાં ધારાસભ્યો એકબીજા સાથે બાથમ બાથી આવી ગયા હતા. આજે બનેલી ઘટનાએ વિધાનસભાની ગરીમાને લજવી છે. એક નજરે જોયા બાદ ખ્યાલ આવે કે જેમ આપણી સોસાયટીમાં નાના બાળકો ઝઘડતા હોય છે તેમ આ ધારાસભ્યો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. આ સમગ્ર મારામારીને કારણે વિધાનસભાની કાર્યવાહીને મોકૂફ રાખવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ તેને ફરી શરૂ કરાઇ હતી. તે દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસનાં આ દોષીત ધારસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી.ગુજરાત વિધાનસભામાં મારામારીનો કિસ્સો સામે આવતા દોષીત ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે અને ધારાસભ્ય બળદેવ ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ સંદર્ભે નિતિન પટેલે જણાવ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ અને હિંસક બનાવ છે, આ ઘટનાને હુ કાળી ટીલી સમાન ગણુ છુ. આ સાથે તેમણે દરખાસ્ત કરતા કહ્યુ કે, પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ અને બળદેવ ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે. નીતિન પટેલની આ દરખાસ્તને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકો આપ્યો હતો. જો કે આ સમગ્ર મારામારીમાં ભાજપનાં ધારસભ્યો પણ દોષીત હોવા છતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. ત્યારે એક ચર્ચાએ જોર પકડ્યુ છે કે પ્રજાએ ચુટેલા ધારસભ્યોને આ પ્રકારની સજા ફટકારી ભાજપ ફ્રંટ ફૂટમાં રહેવા માંગે છે અને કોંગ્રેસને બેક ફૂટમાં રાખવા માંગે છે. આ સમગ્ર મામલે ભાજપનાં એક્શન, કોંગ્રેસનું રિએક્શન અને પ્રજાનું સિલેક્શનની ચર્ચાએ ભારે જોર પકડ્યુ હોય તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.