loader

Breaking News


Home > Gujarat > ભાજપની મુશ્કેલી વધી, આ બે MLAની વિકેટ પડશે તો ૯૯થી સીધા ૯૭ બેઠક પર આવી જશે


Foto

ભાજપની મુશ્કેલી વધી, આ બે MLAની વિકેટ પડશે તો ૯૯થી સીધા ૯૭ બેઠક પર આવી જશે

Jan. 31, 2018, 12:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ચુંટણી પૂરી થઈને નવી સરકાર અસ્તિત્વમાં આવી ગઈ પણ શાસક પક્ષ ભાજપની મુશ્કેલીઓ દુર થતી નથી દેખાઈ રહી. અગાઉ મંત્રીપદ મુદ્દે નીતિન પટેલ ઉપરાંત અન્ય મંત્રીઓએ અવાજ ઉઠાવીને ભાજપ સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. જો કે આ વખતે મામલો અલગ છે જેમાં ભાજપના બે ધારાસભ્યોનું સભ્યપદ રદ થઇ શકે છે જેથી ભાજપની સભ્યસંખ્યા ૯૭ પર આવીને અટકી શકે છે.

વિધાનસભાની ચુંટણીમાં નિર્ધારિત કરતાં વધુ ચુંટણી ખર્ચ કરવાને કારણે ભાજપના બે ધારાસભ્યોએ પોતાનાં હોદ્દાથી દુર થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બે ધારાસભ્યોમાં હિંમતનગરનાં રાજેન્દ્રસિંહ ચાવડા અને સંતરામપુરનાં કુબેર દિનોદરનો સમાવેશ થાય છે. રાજેન્દ્રસિંહ ચાવડાએ ૩૩.૭૮ લાખ અને કુબેર દિનોદરે ૨૮.૯૫ લાખ રૂપિયા વાપરતાં તેમની સામે પીટીશન થઇ શકે છે. ચુંટણી પાંચ દ્વારા ૨૮ લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી હતી પણ આ બંને ધારાસભ્યોએ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરતાં તેમને લોક પ્રતિનિધિ ધારા ૧૨૩(૬) હેઠળ ભ્રષ્ટનીતિ ગણવામાં આવે છે જેને કારણે તેઓના સભ્યપદ રદ થઇ શકે છે તેમજ ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.