loader

Breaking News


Home > Gujarat > ભાજપનાં પૂર્વ MLA કનુભાઈ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા


Foto

ભાજપનાં પૂર્વ MLA કનુભાઈ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા

July 12, 2018, 10:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ખેડૂતો અને પ્રજાના પ્રશ્ને સતત જાગૃત રહેતાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન કનુભાઈ કલસરિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓએ ગઈકાલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેઓએ કોંગ્રેસનો ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ભાવનગરનાં કનુભાઈ કલસરિયાએ પ્રજાહિત માટે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.

બીજી બાજુ રાજ્યમાં ભાજપનાં અઢી દાયકાનાં શાસનકાળમાં કોંગ્રેસ છોડીને ગયેલાં નેતાઓ અને કાર્યકર્તાઓ માટે કોંગ્રેસ ઘરવાપસીનો કાર્યક્રમ શરુ કરશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સવા સો વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસ લોકતંત્ર અને સંવિધાનને બચાવવાનાં આંદોલનમાં સામેલ થનારા નેતાઓને કોંગ્રેસમાં જોડવા આમંત્રણ આપશે જેથી ગુજરાતમાં પરિવર્તન લાવી શકાય.