loader

Breaking News


Home > National > ભાજપનું મહાસંપર્ક અભિયાન, અમિત શાહે સમર્થન માટે કરી બાબા રામદેવ સાથે બેઠક


Foto

ભાજપનું મહાસંપર્ક અભિયાન, અમિત શાહે સમર્થન માટે કરી બાબા રામદેવ સાથે બેઠક

June 4, 2018, 11:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાજપને સમર્થન માટે સંપર્ક મહાઅભિયાન અંતગર્ત ભાજપ પ્રમુખ અમિત શાહે આજે યોગ ગુરુ બાબા રામદેવની મુલાકાત લીધી હતી. અમિત શાહે બાબા રામદેવને ભાજપનું સમર્થન કરવા માટે અપીલ કરી હતી. જો કે પહેલાથી જ બાબા રામદેવ ભાજપ સમર્થક રહ્યા છે. 2014 માં પણ બાબા રામદેવે ભાજપ અને નરેન્દ્ર મોદીને વોટ આપવાની અપીલ કરી હતી.

મોદી સરકારની ચાર વર્ષની પૂર્ણતા બાદ ભાજપના પ્રમુખ અમિત શાહે 29 મી મેના રોજ પક્ષને સમર્થન આપવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશ હેઠળ ભાજપના પ્રમુખ દેશના 50 મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરશે . આ ઉપરાંત, કેન્દ્ર સરકાર, મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્યમંત્રી સહિત પક્ષના 4000 જેટલા સિનિયર કાર્યકર્તાઓ મોદી સરકારની સિદ્ધિઓને વ્યક્ત કરવા માટે એક લાખથી વધુ પ્રખ્યાત વ્યક્તિઓને મળશે.