loader

Breaking News


Home > Gujarat > ભાજપની મન કી બાત, સત્તા મેળવવા ધન કી બાત : ડૉ. સી.જે ચાવડા


Foto

ભાજપની મન કી બાત, સત્તા મેળવવા ધન કી બાત : ડૉ. સી.જે ચાવડા

May 16, 2018, 11:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : છેલ્લાં ત્રણ મહિનાથી કર્ણાટકની ચુંટણી પર સૌની નજર હતી ત્યારે હવે તેનાં પરિણામો આવી ગયા છે જેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે કર્ણાટકમાં ભાજપ સૌથી વધુ બેઠકો મેળવીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે.

આ ત્રિશંકુ વિધાનસભા પરિણામ બાદ સરકાર કોણ બનાવશે તે જાણવું રસપ્રદ રહેશે. ભાજપને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ અને જેડીએસે હાથ મિલાવ્યા છે જયારે ભાજપે જૂની આદત મુજબ ખરીદ વેચાણ સંઘ ખોલવાની શરૂઆત કરી દીધી છે. આ અંગે એક ટીવી ડીબેટમાં કોંગ્રેસના ડૉ. સી.જે ચાવડા અને ભાજપનાં અમિત ઠાકર સામસામે આવી ગયા હતા.

કોંગ્રેસનાં નેતા ડૉ. સી.જે ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પહેલા મન કી બાત કરે છે જયારે હવે સત્તા મેળવવા માટે લોકશાહીની ઉપરવટ જઈને ધારાસભ્યોને ખરીદવા માટે ધન કી બાત કરશે. બીજી તરફ અમિત ઠાકરે જણાવ્યું હતું કે કર્ણાટકમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે જેને કારણે સરકાર રચવાનો રચવાની હકદાર ભાજપ છે ત્યારે ડૉ. સી.જે ચાવડાએ સામે જોરદાર જવાબ આપતા જણાવ્યું હતું કે ગોવા અને મેઘાલયમાં કોંગ્રેસની સૌથી વધુ બેઠકો હતી તેનું શું ? આ પ્રશ્ન ઉઠાવાતા અમિત ઠાકરની બોલતી બંધ થઇ ગઈ હતી અને તેનો આપી શક્યા નહોતા.