loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર મનપામાં ભાજપનું શાસન પણ પક્ષનાં નેતા કોઇ બનવા તૈયાર નહીં


Foto

ગાંધીનગર મનપામાં ભાજપનું શાસન પણ પક્ષનાં નેતા કોઇ બનવા તૈયાર નહીં

May 17, 2018, 1:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર મહાનગર પાલિકાની આજે બીજી ટર્મ ચાલી રહી છે. ત્યારે પ્રથમ ટર્મ ચાલતી હતી તેમાં પણ અઢી વર્ષ બાદ માજી કાઉન્સિલર એવા ગોવિંદભાઈ પરમારને પક્ષના નેતા તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. ત્યારબાદ બીજી ટર્મ આવતાં ૨ વર્ષ વીતી ગયા બાદ પણ પક્ષના નેતાની ઓફિસ અને ખુરશી ખાલી છે તો શું ભાજપના ચુંટાયેલી પાંખમાંથી કોઈ પક્ષના નેતા બનવા તૈયાર નથી. નહીં બનવાનું કારણ શું.



સુત્રો તથા ભાજપનાં સંગઠનના કાર્યકર દ્વારા જણાવ્યા મુજબ ૨ વર્ષ શાસનને થઈ ગયા છે અને ૬ મહિના બાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ખુરશી ખાલી થવાની છે ત્યારે ભાજપનાં કયા સભ્યને લોટરી લાગે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. બાકી અગાઉ પક્ષનાં નેતા તરીકે ગોવિંદભાઈ પરમાર હતાં ત્યારે બપોરે ૧૨ થી ૩ અચૂક હાજરી આપતાં હતાં. ત્યારે આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જગ્યા ભરાઈ જાય તેવી રજૂઆતો આવે તો નવાઈ નહીં. પછી તો ભાગતાં ભૂતની ચોટલી ભલી તેમ પક્ષના નેતા બનવા પણ તૈયારી બતાવે તો નવાઈ નહીં.