loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે ભાજપનાં શોભનાબેન વાઘેલા ચૂંટાયા


Foto

ગાંધીનગર તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે ભાજપનાં શોભનાબેન વાઘેલા ચૂંટાયા

March 20, 2018, 5:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં આજે થયેલ પ્રમુખની ચુંટણીમાં ભાજપનાં મહિલા પ્રમુખ ચૂંટાયા હતા. આજે યોજાયેલ પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના છ સભ્યો ગેરહાજર રહેતાં પ્રમુખ તરીકે શોભનાબેન ઈશ્વરસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે જગદીશ પટેલ ચૂંટાયા હતા.

આજની ચુંટણીમાં કોંગ્રેસના ફક્ત ૧૩ સભ્યો હાજર હતા જયારે ભાજપનાં ૧૭ સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના ૬ સભ્યો ગેરહાજર રહેતાં તેમજ બે અપક્ષોએ ભાજપ તરફી વોટીંગ કર્યું હતું જેથી ભાજપે તાલુકા પંચાયત પર સત્તા મેળવી લીધી હતી.