loader

Breaking News


Home > National > ભાજપને ઝાટકો, જશવંત સિંહનો પુત્ર કોંગ્રેસમાં જોડાશે


Foto

ભાજપને ઝાટકો, જશવંત સિંહનો પુત્ર કોંગ્રેસમાં જોડાશે

Sept. 4, 2018, 2:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જયપુર : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. ભાજપના સંસ્થાપક સભ્ય અને અટલ સરકારમાં રક્ષામંત્રી રહી ચૂકેલા જશવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. માનવેન્દ્ર બાડમેર જિલ્લાની શિવ વિધાનસભા બેઠકથી ભાજપનાં ધારાસભ્ય છે.

માનવેન્દ્ર સિંહે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાવા અંગે ચર્ચાઓ શરુ કરી દીધી છે. હાલ તેઓ બાડમેર અને જેસલમેર જિલ્લાઓનો પ્રવાસ કરીને પોતાના સમર્થકો સાથે ચર્ચા - વિચારણા કરી રહયા છે. માનવેન્દ્ર સિંહ બાડમેરના પચપદરામાં 22 સપ્ટેમ્બરના રોજ સ્વાભિમાન રેલી કરી રહયા છે ત્યારે આ રેલીમાં તેમનાં સમર્થકો અને રાજપૂત સમુદાયના લોકો મોટી સંખ્યામાં સામેલ થઇ શકે છે. આ રેલી તેમના ભવિષ્યની રાજનીતિ નક્કી કરશે.