loader

Breaking News


Home > Gujarat > બોર્ડ - નિગમોમાં નિમણુંક ટલ્લે ચડતાં ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો


Foto

બોર્ડ - નિગમોમાં નિમણુંક ટલ્લે ચડતાં ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો

Feb. 6, 2018, 10:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં ભાજપની સરકાર માંડ માંડ બની છે ત્યારે ભાજપનાં નેતાઓને સાચવવામાં આંખે પાણી આવી ગયું છે. શપથવિધિ બાદ મંત્રીમંડળમાં ખાતાને મામલે ડખો સર્જાયો ત્યારબાદ હવે બોર્ડ - નિગમોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચુંટણી જાહેર થયાના એક દિવસ પહેલાં જ બોર્ડ - નિગમોના ચેરમનોની નિમણુંક કરવામાં આવી હતી પણ તરત જ ચુંટણી આચારસંહિતાનો નિયમ લાગુ પડતા ભાજપ માટે હાસ્યાસ્પદ સ્થિતિનું નિર્માણ થયું હતું.

ગુજરાતમાં હવે ભાજપ સરકાર બની છે પણ બોર્ડ - નિગમોમાં હજુ સુધી નિમણુંકો થઇ નથી જેને કારણે ભાજપમાં વિખવાદ શરુ થયો છે. સુનીલ સિંધી, ગીરીશ શાહ અને ધનસુખ ભંડેરીને બોર્ડ - નિગમોમાં સમાવ્યા બાદ વિજય રૂપાણીએ હજુ સુધીં અન્ય કોઈની નિમણુંક કરી નથી ત્યારે એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ભાજપમાં માનીતા લોકોને હોદ્દા આપી દેવામાં આવ્યાં છે જયારે અણમાનીતાઓને હોદ્દાથી દુર રાખવામાં આવ્યાં છે. આગામી સમયમાં આ રોષ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.