loader

Breaking News


Home > Health > ૧૨ કલાકથી વધુ બેસી રહેવાથી શરીરને થઈ શકે ભારે નુકશાન


Foto

૧૨ કલાકથી વધુ બેસી રહેવાથી શરીરને થઈ શકે ભારે નુકશાન

Oct. 31, 2018, 5:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : તાજેતરમાં જ કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયન અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજની લાઈફમાં ૧૧ કલાક અથવા તો તેનાથી વધુ સમય સુધી બેસી રહેવાની બાબત ખતરનાક છે. લાંબા કલાકો સુધી બેસવાથી મોતને આમંત્રણ મળે છે. ઓસ્ટ્રેલિયન અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વહેલીતકે મોત માટે વધારે સમય સુધી બેસવાની બાબત કારણરૂપ બની શકે છે.

યુનિવર્સિટી ઓફ સિડની દ્વારા કરવામાં આવેલા ચેતાવણીજનક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શારિરીક પ્રવૃતિ કરે કે ન કરે ૧૧ કલાકથી વધુ સમય સુધી બેસવાની બાબત જાખમી છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૨ કલાક અથવા તો ૧ દિવસમાં અડધા દિવસ સુધી બેસી રહેનાર વ્યક્તિનાં મોતનો ખતરો ૪૦ ટકા વધી જાય છે.

શારિરીક પ્રવૃતિ અને વજન ઉપર પણ તેની અસર થાય છે. જાહેર આરોગ્ય માટે આ સર્વેના તારણ લાલબત્તી સમાન છે. આમા જણાવવામાં આવ્યું છે કે મો‹નગ વોક અથવા તો જિમમાં જવાની બાબત ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે લાંબા સમય સુધી બેસવાની બાબતને ટાળવામાં આવે તે પણ જરૂરી છે. અભ્યાસના તારણો સુચન કરે છે કે ઘરમાં, નોકરીની જગ્યા અથવા ટ્રાફિકમાં વધુ સમય પસાર થાય છે. શારિરીક પ્રવૃતિ વધારવામાં આવે તે પણ જરૂરી છે.