loader

Breaking News


Home > Bollywood > 8 વર્ષની બાળકીની સાથે થયેલા દુષ્કર્મ પર બોલીવુડે આપી પ્રતિક્રિયા


Foto

8 વર્ષની બાળકીની સાથે થયેલા દુષ્કર્મ પર બોલીવુડે આપી પ્રતિક્રિયા

April 12, 2018, 5:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે દેશમાં બેટી બચાવો, બેટી પઢાઓનાં નારા લાગી રહ્યા છે. પણ શું ખરેખર આપણો દ્રષ્ટકોણ બેટી માટે બદલાયો છે? આ એક મોટો સાવલ આજે બનતો દેખાઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરનાં કઠુઆમાં એક 8 વર્ષની બાળકી, જે હજુ દુનિયાને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી તે પહેલા તેની સાથે રેપ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને મારી નાખવામાં આવે છે. રુવાંટા ઉભા કરી દે તેવી આ ઘટનાએ દેશન ફરી એકવાર શરમમાં નાખી દીધુ છે. પોલીસે પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે, આ બાળકી સાથે એક પછી એક કુલ 6 લોકોએ રેપ કર્યો હતો. શરમથી કોઇપણનું માથુ નમી જાય તેવી આ ઘટના પર બોલીવુડનાં ઘણા સ્ટારે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.



બોલીવુડનાં ફેમસ એક્ટર અને સીંગર ફરહાન અખ્તરે ટ્વીટ કરતા લખ્યુ છે કે, “કલ્પના કરો કે તે 8 વર્ષની બાળકીનાં દિમાગમાં શું ચાલી રહ્યુ હશે, જેને નશાની હાલાતમાં બંદી બનાવીને ઘણા દિવસો સુધી દુષ્કર્મ કર્યા બાદ છેલ્લે તેને મારી નાખવામાં આવી હોય. જો તમે આ ઘટનાને આતંક નથી માનતા તો તમે માણસ નથી. જો તમે તેના માટે ન્યાયની માંગ નથી કરતા, તો તમે કઇ જ નથી”. ફરહાન અખ્તર સિવાય બોલીવુડનાં અનય સ્ટારે પણ આ દુષ્કર્મ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી.