loader

Breaking News


Home > National > બોલિવુડનો આ સ્ટાર દેખાયો મુંબઇ પોલીસની વર્દીમાં, કોણ છે જાણવા કરો ક્લીંક


Foto

બોલિવુડનો આ સ્ટાર દેખાયો મુંબઇ પોલીસની વર્દીમાં, કોણ છે જાણવા કરો ક્લીંક

June 4, 2018, 12:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આપણા દેશની જનતા રોડ સલામતીને લઇને કેટલી ગંભીર છે તે સૌ કોઇ જાણે છે. રોડ પર થતા અકસ્માતમાં ઘણા લોકો પોતાનાં સ્વજનોને ખોઇ ચુક્યા છે. લોકોમાં રોડ સલામતીની સમજમાં વધારો કરવા હવે બોલીવુડનો એક સ્ટાર સામે આવ્યો છે. જાણીતા એક્ટર અક્ષય કુમારે સમાજમાં જાગૃતિ ફેલાવવા ઘણા કાર્યો કર્યા છે. તે હવે રોડ સલામતી આંલન સાથે જોડાઇ ગયા છે.



સપનાનાં શહેર મુંબઇમાં પોલીસનાં કપડા પહેરેલો બીજો કોઇ નહી પણ અક્ષય કુમાર છે. તેણે આ બાબતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા એક ફોટો શેયર કરીને આપી છે. ફોટોમાં અક્ષય બે ટ્રાંફિક પોલીસનાં જવાનો સાથે વાત કરતો જોવા મળે છે. તેણે હાથમાં કોડલેસ ફોન પકડ્યો છે અને સલમાનનાં દબંગ સ્ટાઇલમાં ચશ્મા પહેર્યા છે. તેણે ટ્વીટ કરતા લખ્યુ છે કે મોર્થ રોડ સલામતી સાથે સહયોગ કરવા અને આંદોલનને આગળ વધારવા માટે મારી પસંદગી કરવામાં આવી જે મારા માટે એક સન્માનની વાત છે. મને આશા છે કે આ કેમ્પેન ટ્રાંફિક અને રોડ સલામતી પ્રતિ લોકોમાં વ્યવહારિક પરિવર્તન લાવશે અને લોકોનાં અનમોલ જીવનને બચાવવામાં મદદ કરશે.