loader

Breaking News


Home > National > કામનો બોજ હોવાથી કરવામાં આવતી આત્મહત્યામાં બોસને દોષિત ગણી શકાય નહીઃ સુપ્રિમ કોર્ટ


Foto

કામનો બોજ હોવાથી કરવામાં આવતી આત્મહત્યામાં બોસને દોષિત ગણી શકાય નહીઃ સુપ્રિમ કોર્ટ

Aug. 13, 2018, 12:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નોકરીનાં સ્થળને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે, જો કોઇ કર્મચારી ઓફિસમાં વધારે કામનાં કારણે પરેશાન છે અને તેના કારણે આત્મહત્યા કરી લે છે તો તેના માટે તેના બોસ કોઇ કિંમતે જવાબદાર રહેશે નહી.



સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, કર્મચારીને વધારે કામ આપવાના કારણે એમ માની શકાય નહીં કે તેના બોસ કોઇ રીતે અપરાધી છે. બોસને કર્મચારીનું શોષણ કરવાના મામલે અપરાધી ઠેરવી શકાય નહી. આત્મહત્યા માટે પ્રેરિત કરવાને લઇને બોસને દોષિત ગણી શકાય નહી. સુપ્રીમ કોર્ટે મુંબઇ હાઇકોર્ટનાં ઔરંગાબાદ બેંચની એવી દલીલને પણ ફગાવી દીધી હતી કે જો અધિકારી સીધી રીતે કર્મચારીને ઉશ્કેરતા નથી તો પણ આવી પરિસ્થિતિની રચના કરવા માટે તેને અપરાધી તરીકે ગણવામાં આવી શકે છે. આના કારણે અસહનીય માનસિક ટેન્શનની સ્થિતી સર્જાઇ જાય છે. મહારાષ્ટ્ર સરકારમાં ઔરંગાબાદનાં ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન કિશોર પરાશરે ઓગષ્ટ ૨૦૧૭માં આત્મહત્યા કરી લીધી હતી. તેની પત્નિએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, તેમના સિનિયર દ્વારા વધારે પડતા કામ આપવામાં આવતા હતા. પતિને ઉશ્કેરવા માટે સિનિયર અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આને લઇને જોરદાર ચર્ચા છેડાઇ હતી. આત્મહત્યા કરનારની પત્નિએ કહ્યુ હતુ કે રજાનાં દિવસે પણ તેમના પતિ પાસેથી કામ કરાવી લેવામાં આવતુ હતુ. તેમના પતિની એક મહિનાની સેલેરી પણ રોકી દેવામાં આવી હતી. ઇન્ક્રીમેન્ટ રોકી દેવાની પણ ધમકી મળી હતી. ટેન્શનનાં કારણે તેમના પતિ હેરાન રહેતા હતા. ત્યારબાદ સિનિયરની હેરાનગતિ તેમની આત્મહત્યા માટે જવાબદાર હોવાની રજૂઆત કરવામાં આવી હતી.