loader

Breaking News


Home > National > શીવસેના અને ભાજપ બંન્ને એક વિચારધારા ધરાવતી પાર્ટી છે : ફડનવીસ


Foto

શીવસેના અને ભાજપ બંન્ને એક વિચારધારા ધરાવતી પાર્ટી છે : ફડનવીસ

Oct. 29, 2018, 8:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ છે કે, પ્રદેશની રાજનીતિ યથાર્થ રહેશે. શિવસેનાને ભાજપ સાથે જોડાણ કરવા માટે તૈયાર કરાશે. ફડનવીસે કહ્યુ હતુ કે, બંને પાર્ટી એક સમાન વિચારધારા ધરાવે છે જેથી સાથે રહીને આગળ વધે તે સમયની માંગ છે.



એક ખાસ વાતચીતમાં મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે, ભાજપ આગામી ચુંટણી શિવસેનાની સાથે મળીને લડવા માટે ઇચ્છુક છે. તેમના કહેવા મુજબ પોલિટિકલ રિયાલિટીની પણ આ જ જરૂરીયાત છે. શિવસેના છેલ્લા કેટલાક સમયથી એકલા હાથે ચુંટણી લડવા માટે ઇચ્છુક છે. થોડાક દિવસ પહેલા જ શિવસેનાએ રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કહ્યુ હતુ કે, તે એકલા હાથે ચુંટણી મેદાનમાં ઉતરશે. બીજી બાજુ ભાજપનાં નેતા વારંવાર શિવસેનાની સાથે મળીને ચુંટણી લડવાની વાત કરી રહ્યા છે.