loader

Breaking News


Home > Gujarat > ઘરનાં છોકરા ઘંટી ચાટે, બહારનાં લોકો રોજગારી મેળવેઃ વંદના પટેલ


Foto

ઘરનાં છોકરા ઘંટી ચાટે, બહારનાં લોકો રોજગારી મેળવેઃ વંદના પટેલ

May 11, 2018, 11:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : દેશમાં બે કરોડ રોજગારી પેદા કરીશું તેવા વચનો આપીને સત્તામાં આવેલી મોદી સરકાર લોકોને રોજગાર આપવામાં સંદતર નિષ્ફળ સાબિત થઇ છે ત્યારે બહુચરાજી પંથકમાં પણ બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. સરકાર પર આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ દરેક બેરોજગાર વ્યક્તિ ની વ્યથા છે.પણ જવાબદારો ના પેટ નુ પાણી પણ હલતું નથી.



આ અંગે વંદનાબેન પટેલે જણાવ્યું હતું કે પંથક માં રોજગારી ની સમસ્યા સતત વધતી જઈ રહી છે .બેરોજગારી ની ટકાવારી માં ધટાડો થવાને બદલે વધારો થતો જોવા મળી રહ્યો છે. બહુચરાજી પંથક માં અધૌગિક કંપનીઑ આવી તે એક સારી વાત છે .પણ તેનાથી બદલાવ શું થયો? જેમકે ગામડાઓ ની ખેતી લાયક જમીન ઉદ્યોગો ને આપી દીધી.ચલો છતા વાંધો નથી પરંતુ ખેતી લાયક જમીન ઉપર ગુજરાન ચલાવતા પરિવારોનુ શુ ?

તેઓએ કારણ આપતાં જણાવ્યું હતું કએ કંપની આવવા થી ખેતી પડી ભાગી કદાચ વિચાર આવતો હશે જમીન ના ભાવ વધ્યા પણ જેની જોડે જમીન નથી તેવા લોકો ને ગામડા માં મળતુ મજૂરી કામ પણ બંધ થઈ ગયું તેમજ લોકો જોડે એજ આશા કંપનીઑમાં કામ અને રોજગાર ની આશા પણ ખત્મ ગઈ.

કંપની ના નિયમ પ્રમાણે 85 % સ્થાનિક માણસો ને નોકરી માં રાખવાના પણ અત્યારે 5 થી 7 ટકા લોકો ને નોકરી મળી બાકી નો સ્ટાફ બીજા રાજ્યો માં થી લાવી અને લોકલ વિસ્તાર ના યુવાનો ને અન્યાય કર્યો છે. તેઓએ સરકારને સવાલ પૂછ્યા હતા કે કંપનીઑ માં સ્થાનિક યુવાનો માટે રોજગાર કયારે? શા માટે સ્થાનિક યુવાનો ને નોકરીઓ માં રાખવામાં આવતા નથી ?