loader

Breaking News


Home > National > બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું


Foto

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

July 17, 2018, 4:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ચેન્નાઇ : દુનિયાની સૌથી તેજ સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસનું સોમવારનાં રોજ એક વાર ફરીથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ ઓરિસ્સાથી કરવામાં આવેલ છે. આ મિસાઇલ આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે જે અન્ય દેશોની આધુનિક મિસાઇલને ટક્કર આપે છે. ભારતીય મિસાઇલ બ્રહ્મોસની રેન્જમાં પાકિસ્તાનનો સમાવેશ પણ થાય છે.

આ પરીક્ષણ આ મિસાઇલની એક્સપાયરી તારીખને ૧૦ વર્ષથી વધારીને ૧૫ વર્ષ કરવાનાં વિચારનો એક ભાગ છે. બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા વિકસિત કરવામાં આવેલ અત્યાર સુધીની સૌથી આધુનિક પ્રક્ષેપાસ્ત્ર પ્રણાલી છે અને આ મિસાઇલે ભારતને મિસાઇલ ટેક્નિકમાં અગ્રણી દેશ બનાવી દીધો છે. બ્રહ્મોસ સુપરસોનિક ૩૭૦૦ કિ.મીનાં પ્રતિ કલાકની સ્પીડથી ૨૯૦ કિ.મી સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે. આનું નિશાન પણ અચૂક સફળ હોય છે. આ મિસાઇલ ઓછી ઉંચાઇ પર ઉડાણ ભરવાને કારણ રડારની પકડમાં પણ ના આવી શકે.