loader

Breaking News


Home > Health > પ્રેમ સબંધમાં મળતી નિષ્ફળતાથી યુવાનોમાં બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની બીમારી વધી


Foto

પ્રેમ સબંધમાં મળતી નિષ્ફળતાથી યુવાનોમાં બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની બીમારી વધી

March 6, 2018, 12:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : પ્રેમસબંધોમાં નિષ્ફળતા મળવાથી ઘણા લોકો ડીપ્રેશનમાં આવી જાય છે. વ્યક્તિ પર થતા હદય હુમલા કરતા તૂટેલું દિલ વધુ જોખમી છે એવું તાજેતરમાં થયેલા એક અભ્યાસમાંથી જાણવા મળ્યું છે. લંડનમાં આશરે ૩ હજાર યુવાઓ પર સરવે કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ બ્રોકન હાર્ટ સિન્ડ્રોમથી પીડાતા હતા. જેવી રીતે લાગણીને આઘાત પહોંચાડનારી ઘટનાથી હદયરોગ કે હુમલાનો ઝટકો આવી શકે છે તેમ બ્રોકન હાર્ટ તેનાથી વધુ જોખમી સાબિત થયું છે. સંશોધનકર્તાએ દાવો કર્યો છે કે, આવી વ્યક્તિ નિરાશાથી અને એકલતાનો શિકાર બની જાય છે.

યુવાઓમાં બ્રેકઅપ થતા તેઓ શોકમગ્ન થઇ જાય છે જેના કારણે એક માનસિક તાણ અનુભવાય છે. અથવા એવી કોઇ ઘટનાના લીધે એકાએક આઘાત લાગતા દિમાંગમાં સ્ટ્રેસ ફીલ થાય છે. આ બંને ઘટનાથી વ્યક્તિનું હદય સતત એક ફફડાટથી ધબકે છે અને નબળું પડતું જાય છે. જ્યારે ડોક્ટરની તપાસ પછી જાણવા મળે છે કે, સ્થિતિ સામાન્ય છે ત્યાં સુધીમાં ઘણો સમય વહી ગયો હોય છે. થોડા સમયનો આઘાત હદયને ક્યારેક કાયમી નબળું પાડી જાય છે, ક્યારેક હદય હુમલો નોતરે છે.

બે વર્ષના અભ્યાસ બાદ યુવાઓમાં બ્રોકન હાર્ટ સિન્ડ્રોમનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. તેમના હદયની તપાસમાં એક વખત લાગેલો આઘાતથી હદય નબળું પડી ગયું હોવાનું સામે આવ્યું હતું. કેટલાક હદયરોગથી પણ પીડિત હતા. આઘાતમાંથી ઊંભું થવું અનિવાર્ય અન્યથા કાયમી બીમારી સંશોધકોએ દાવો કર્યો હતો કે, કોઇ પણ આઘાતમાંથી ઝડપથી બહાર નીકળવું જોઇએ. કારણ ક ે તે સીધું હદયને અસર કરે છે. બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ લાંબા ગાળે માઠી અસર કરે છે.