loader

Breaking News


Home > National > મંત્રોચ્ચાર વચ્ચે સ્મૃતિ સ્થળ ખાતે બાજપેયીના થઇ રહ્યા છે અંતિમ સંસ્કાર


Foto

મંત્રોચ્ચાર વચ્ચે સ્મૃતિ સ્થળ ખાતે બાજપેયીના થઇ રહ્યા છે અંતિમ સંસ્કાર

Aug. 17, 2018, 5:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતના અટલ બિહારી વાજપેયી નો પાર્થિવ દેહને સ્મૃતિ સ્થળ પર લાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટ મંત્રી ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત મોટી સંખ્યામાં લોકો વાજપેયીની અંતિમ યાત્રામાં સાથે સાથે ચાલ્યા હતા.

સ્મૃતિ સ્થળ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત ઘણા વિપક્ષી દળોના નેતાઓ પણ હાજર છે. આ પહેલા સૈન્યની એક વિશેષ ગાડીમાં વાજપેયીની અંતિમયાત્રા નીકાળવામાં આવી. ત્રણેય સેનાઓની એક સંયુક્ત ટુકડી તેમના પાર્થિવ શરીરને લઈને નીકળી હતી. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો અટલ બિહારી અમર રહેના નારા લગાવતા લગાવતા ચાલ્યા હતા. અટલ બિહારી વાજપેઇની અંતિમયાત્રા સ્મૃતિ સ્થળ પર પહોંચી ગઈ છે જ્યાં થોડી વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.