loader

Breaking News


Home > Gujarat > ૧૯ ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરુ થશે, ૨૦ ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવામાં આવશે


Foto

૧૯ ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરુ થશે, ૨૦ ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવામાં આવશે

Jan. 19, 2018, 11:10 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્ય સરકારનું બજેટસત્ર ૧૯ ફેબ્રુઆરીનાં રોજ શરુ થશે તેમજ ૨૦ ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવામાં આવશે. બજેટ સત્ર કુલ ૩૮ દિવસ ચાલશે તેમજ તેમાં ૨૮ દીવસ કામકાજ થશે. આ બજેટ સત્રમાં એક દિવસમાં બે બેઠક મળશે. રાજ્ય સરકારનું ૨૦૧૮-૧૯ નું વાર્ષિક બજેટ ૨૦ ફેબ્રુઆરીનાં રોજ રજુ કરવામાં આવશે. મંત્રીમંડળની બેઠકમાં બજેટ સત્ર યોજવાનો નિર્ણય લેવાયા બાદ રાજ્યપાલ ઓ.પી. કોહલીને તેની જાણ કરવામાં આવી હતી.

વધુમાં કાયદો, વૈધાનિક તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિધાનસભાનું રીનોવેશન ચાલુ છે પણ તે ૧૯ તારીખ પહેલાં જ પૂરું થઇ જતા નવા બનેલાં ગૃહમાં જ બજેટ સત્ર મળશે. સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષની ચુંટણી યોજાશે. હાલ કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી છે જેઓ તારીખ ૨૩ જાન્યુઆરીનાં રોજ ધારાસભ્યોને શપથ લેવડાવશે. વિધાનસભાનાં સત્રનાં પ્રથમ દિવસે રાજ્યપાલ ઓ.પી કોહલી ગૃહમાં સંબોધન કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.