loader

Breaking News


Home > Gujarat > બિલ્ડર લોબીનો માલ ન વેચાતા દબાણો હટાવીને દુકાનો વેચવાનો મોટો ખેલ


Foto

બિલ્ડર લોબીનો માલ ન વેચાતા દબાણો હટાવીને દુકાનો વેચવાનો મોટો ખેલ

Sept. 22, 2018, 4:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ભલે તમામ હુકમો ઠરાવો, આદેશો, અહીંથી થતા હોય પણ આદેશોનું પાલન અને ઉલ્લંઘન અહીંથી તો થયું જ છે પણ તંત્રની સો ટકા બેદરાકી કહો કે પછી સેટીગ ડોટકોમ તેવું આમ પ્રથમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે દબાણ હટાવોની ઝુંબેશ અમુક વિસ્તારોને ટાર્ગેટ કરીને જ વેપારીઓના સુપડા સાફ કરીને બિલ્ડરો પોતાનો માલ વેચતા તલપાપડ થયા છે. આજે ગાંધીનગરમાં પણ બે ભાગ પડ્યા છે. ન્યુ. ગાંધીનગર અને જુનું ગાંધીનગર આ બે વિભાગોમાં વહેંચાઈ ગયું છે.

જુનું ગાંધીનગર હેવ ગામ બનતું જાય છે. ભલે દરેક જગ્યાએ સર્કલો, બગીચા બનાવીને વિકાસ કરેલો બતાવવાનો હોય પણ વેપારી વગર જંગલ જ છે. આજે સે.૨૧-૨૪-૨૩ ધ માર્ગ જેવા વિસ્તારો જે ભરચક જંગલમાં જો મંગલ કર્યું હોય તો આ તમામ ફાળો વેપારીઓનો છે. વર્ષો પહેલાં લોકો પાટનગરમાં ખરીદી કરવા પેથાપુર જતા હતા અને આજે ભીડભાડવાળા નંદનવન ભની ગયા છે. ત્યારે વેપારીઓની રોજગારી તરાપ મારીને તંત્રએ દબાણ હટાવવાની ઝુંબેશમાં કોઈ જ વાઘ માર્યો નથી ખરેખર દબાણ હટાવવાની શરૂઆત મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ જે વીઆઈપી સેક્ટરોમાં રહે છે ત્યાંથી શરૂ થાય તો જ સમજવાનું કે હવે દબાણો તમામ હટશે. બાકી નાના વેપારીઓ આમ પણ જીએસટીથી લઈને અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે દબાણો હાટીવને વેપારીઓું જ બોર્ડ પુરું કરીને નવી દુકાન ખરીદવા મજબુર બને તેવા પ્રયાસોનો તખ્તો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

જુનું ગાંધીનગર આજે દબાણઓ હટાવીને ઝુંબેશ બાદ ગામ જેવું અને ધરતીકંપ આવ્યો હોય ત્યારે મહાણીયા જેવું બની ગયું છે. ત્યારે જે વેપારીઓના દબાણો તૂટયા છે તેમાં કરેલી બચતથી ફરીવાર દુકાન ખરીદવા મજબુર કરી રહ્યા છે. ત્યારે પાટનગમાં તો જગ્યા નથી અને નવી સ્કીમો કોઈ ચાલતી નથી ત્યારે પોતાનો માલ વેચાઈ જાય એટલે ન્યુ ગાંધીનગરના સરગાસરણ, કુડાસણ, રાયસણ જ્યાં નવા ફ્લેક સાથે ગાંધીનગર ન્યુનો જે વિકાસ થયો છે તે તમામ વેચવાનો ભારે તખ્તો ગોઠવાયો છે. વેપારીઓ દ્વારા ૨ દિવસ બંધનું એલાન સમયાના હોવાતી પણ ચર્ચા ચાલે છે. જમાલીઓ જ આ જંગલમાં રખડતા હતા ત્યારે વેપારીઓ સામે દબાણઓ નો દંડો ઉગામવા રકરતાં કાંઈક વચ્ચેનો રસ્તો નીકળી શકે તેમ હોવા છતાં નહીં નીકળવાની જે પેરવી છે તે બીલ્ડરોની સાંઠગાંઠ છે. ખરે ખર તો આ બધા કેસોમાં શરતભંગ થઈ શકે ત્યારે પણ તંત્રએ કોઈ જ કાર્યવાહી અને વેપારીઓને ટાર્ગેટ કરીને બિલ્ડરોનો મામલ વેચાવાની તજવીજ થઈ રહી છે આજે ભયકંર મંદી કંસ્ટ્રકશનમાં ચાલી રહી છે ત્યારે દુકાન, ધંધોજ ન હોય તો પરીવારનું ગુજરાન ચલાવવા દુકાનો ખરીદવી જ પડશે. ત્યારે વેપારીની જીંદગી મહામુલી બચત ફરીવાર દુકાન ખરીદીમાં લાગીને એકડ એક ઘુંટવો પડશે. ખેડૂતથી પરેશાની વેપારી પરેશાન આખરે જાયે કર્હાં.