loader

Breaking News


Home > Gujarat > બુલેટ ટ્રેન : જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ખેડૂતોને મળવા તૈયાર


Foto

બુલેટ ટ્રેન : જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ખેડૂતોને મળવા તૈયાર

Oct. 4, 2018, 11:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે ભૂમિ અધિગ્રહણનો વિરોધ કરી રહેલાં ખેડૂતોના વકીલે બુધવારે દાવો કર્યો છે કે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી તેમને મળવા રાજી છે. ગુજરાતના એક હજાર ખેડૂતોએ 18 સપ્ટેમ્બરના રોજ જેઆઈસીએને પત્ર લખીને પરિયોજનાથી પ્રભાવિત ખેડૂતોની વાત સાંભળવા માટે એક ટિમ ગઠિત કરવા માટેનો અનુરોધ કર્યો છે. ખેડૂતોનાં વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે તેનું અનૈચ્છીક વિસ્થાપન થવાનું હતું. આવી પરિયોજનાને નાણાં આપવા જેઆઈસીએના દિશા નિર્દેશોના વિરુદ્ધ છે.

તેઓએ જણાવ્યું હતું કે જેઆઈસીએ આજે લેખિત સંદેશમાં ઔપરિચારિક રૂપથી સ્વીકાર કર્યો હતો કે તેમને અરજી પ્રાપ્ત થઇ છે અને કહ્યું હતું કે તેઓ જલ્દી જેઆઈસીએના અધિકારીઓ અને ખેડૂતો સાથે બેઠકનું નક્કી કરશે.