loader

Breaking News


Home > National > બુરાડી કાંડ : વધુ એક ડાયરી મળી આવી, ક્રાઈમ બ્રાંચે ૩ લોકોની કરી ધરપકડ


Foto

બુરાડી કાંડ : વધુ એક ડાયરી મળી આવી, ક્રાઈમ બ્રાંચે ૩ લોકોની કરી ધરપકડ

July 4, 2018, 11:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીનાં બુરાડીમાં એક જ પરિવારનાં ૧૧ લોકોનાં મોતનું રહસ્ય હજુ પણ ઉકેલી શકાયું નથી. મામલાની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચે મંગળવારે ફરી એકવાર ઘરની સઘન તપાસ કરી હતી અને સબંધીઓસાથે કલાકો પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી વધુ એક ડાયરી મળી આવી છે જેમાં આધ્યાત્મિક વાતોનો ઉલ્લેખ કરેલો છે.

ક્રાઈમ બ્રાંચનાં જોઈન્ટ કમિશનર આલોક કુમારે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે તપાસ કરવા માટે પોલીસની ૨૦ સભ્યો વાળી ટીમ પહોચી હતી. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ તપાસમાં એક ડાયરી મળી આવી છે. જો કે ડાયરીમાં બધા જ પેજ પર લખવામાં આવ્યું નથી. તેમાં અમુક પેજ પર જ લખવામાં આવ્યું છે જો કે લખાણ જુનું છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી.