loader

Breaking News


Home > National > બસો અને બે હજારની ગંદી અને ફાટેલી નોટ બદલી શકાશે, નાણાં મંત્રાલયે આપી મંજૂરી


Foto

બસો અને બે હજારની ગંદી અને ફાટેલી નોટ બદલી શકાશે, નાણાં મંત્રાલયે આપી મંજૂરી

Aug. 9, 2018, 2:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તમારી ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની ગંદી અને ફાટેલી નોટ્સ બદલવાનો રસ્તો સાફ થઇ ગયો છે. નાણામંત્રાલયે આ મુદે રીઝર્વ બેંકનાં મુસદ્દાને લીલી ઝંડી આપી દીધી હતી. આ માટેની ઝડપથી સૂચનાઓ પણ જાહેર કરી દેવા આવશે. નાણા મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યા મુજબ રીઝર્વ બેન્કે અમારી પાસે ફાટેલી તેમજ ગંદી નોટ્સને બદલવાનાં નિયમ ૨૦૦૯ માં સુધારો કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. તેને મંજુરી આપીને રિઝર્વ બેન્કને મોકલી આપવામાં આવ્યો છે.

હવે ખુબ ઝડપથી આ અંગે નવા નિયમોં જાહેર કરી દેવામાં આવશે જેમાં સામાન્ય જનતાને રાહત મળશે. હાલના નિયમ મુજબ, 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 રુપિયાની નોટ્સ બદલવા માટેની જોગવાઇ છે. આરબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલયની મંજૂરી બાદ, ડ્રાફ્ટ રિઝર્વ બેન્કના બોર્ડની મંજૂરી માટે રાખવામાં આવશે.