loader

Breaking News


Home > Health > કેલ્સિયમની ગોળીનો વધુ ઉપયોગ બની શકે છે હાર્ટ એટેકનું કારણ


Foto

કેલ્સિયમની ગોળીનો વધુ ઉપયોગ બની શકે છે હાર્ટ એટેકનું કારણ

June 9, 2018, 11:36 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેલ્સિયમની ચીજવસ્તુઓ વધારે પ્રમાણમાં લેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.



કેલ્સિયમ સપ્લીમેન્ટ હાર્ટ એટેકનાં ખતરાને બે ગણો કરે છે. અભ્યાસનાં પરિણામો દર્શાવે છે કે નિયમિત રીતે કેલ્સિયમ સપ્લીમેન્ટનો ઉપયોગ કરનાર લોકોમાં કેલ્સિયમનો નિયમિત રીતે ઉપયોગ ન કરનાર લોકોની સરખામણીમાં હાર્ટ એટેકનો ખતરો ૮૬ ટકા વધી જાય છે. જર્મન કેન્સર રિસર્ચ સેન્ટરમાં સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસનાં આધાર ઉપર નવા તારણો જારી કરવામાં આવ્યા છે. જર્મન કેન્સર રિસર્ચ સેન્ટરમાં એક દશક સુધી ૩૫- ૬૪ વર્ષની વયના ૨૩૯૮૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે.

આ ગાળા દરમિયાન જાણવા મળ્યું કે કેલ્સિયમ સપ્લિમેન્ટ હાર્ટ એટેકનાં ખતરાને વધારી દે છે. આ ગાળા દરમિયાન ૩૫૪ લોકોને હાર્ટ એટેક થયો હતો જ્યારે ૨૬૦ લોકોને સ્ટ્રોકનો હુમલો થયો હતો. અભ્યાસનાં ગાળા દરમિયાન ૨૬૭ લોકોનાં મોત થયા હતા. તબીબો મોટાભાગે હાડકાઓને મજબૂત કરવા કેલ્સિયમ સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે. કોઈપણ પ્રકારના ફ્રેક્ચરને ટાળવા માટે પણ તે જ સલાહ આપવામાં આવે છે.