loader

Breaking News


Home > Gujarat > ટ્રાફિક નિયમના ચુસ્ત પાલન માટે પશ્ચિમમાં ફરીથી ઝુંબેશ શરુ કરાઈ


Foto

ટ્રાફિક નિયમના ચુસ્ત પાલન માટે પશ્ચિમમાં ફરીથી ઝુંબેશ શરુ કરાઈ

Sept. 18, 2018, 4 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરની ટ્રાફિક સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટના સખત વલણ બાદ શહેર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ હેઠળ પોલીસે સરાહનીય કામગીરી કરી નો-પા‹કગમાં અને આડેધડ પા‹કગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી ટ્રાફિકની સમસ્યાને થોડી ઘણી હળવી કરી દીધી હતી, પરંતુ આટલી કાર્યવાહી અને પોલીસના કડક વલણ છતાં ન સુધારનારી અમદાવાદી પ્રજા માટે આજથી ફરી એક વાર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.

આજે વહેલી સવારથી જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ પર દબાણ દૂર કરવાનું, રોડ પર આડેધડ વાહન પા‹કગ કરનારા અને નો-પા‹કગ ઝોનમાં વાહન મૂકનાર વાહનચાલકોના વાહનો ડિટેન કરી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસકર્મીઓએ અલગ અલગ વિસ્તારમાં ૧૦૦થી વધુ વાહનચાલકો સામે દંડની અને ડિટેનની કાર્યવાહી હાથ ધરાઇ હતી. બીજીબાજુ, સ્થાનિક પોલીસની મદદથી વિવિધ વિસ્તારમાં અનઅધિકૃત દબાણ સમા અને રસ્તામાં અડચણરૂપ અનેક લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા હતાં.