loader

Breaking News


Home > National > ફક્ત 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ સુધીનું કાપી શકાશે અંતર, ગડકરીએ બનાવી યોજના


Foto

ફક્ત 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ સુધીનું કાપી શકાશે અંતર, ગડકરીએ બનાવી યોજના

Aug. 25, 2018, 4:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક યોજનાની માહિતી આપતાં કહ્યું કે લગભગ 12 કલાકના ટૂંકા સમયગાળામાં તમે દિલ્હીથી મુંબઈ સુધીનું અંતર શકશો. આ મહત્વકાંક્ષી યોજનાની માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે એક એક્સપ્રેસ હાઇવેનું નિર્માણ કરવામાં આવશે જેને રાષ્ટ્રીય રાજધાનીથી આર્થિક રાજધાની સાથે જોડવામાં આવશે। જેને કારણે તમે ફક્ત 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચી જશો. આ હાઇવેનો પ્રથમ તબક્કો આ વર્ષનાં અંતમાં શરુ થશે.

મુંબઈમાં આવેલ જવાહરલાલ નહેરુ પોર્ટમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ગડકરીએ આ માહિતી આપી હતી. ગડકરીએ જણાવ્યું હતું કે આ પરિયોજનામાં એક લાખ કરોડનો ખર્ચ થશે. તે મુંબઈ - નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ રાજમાર્ગ સાથે જોડાયેલ હશે. પરિયોજના માટે જમીન અધિગ્રહણની પ્રકિયા પણ શરુ થઇ ગઈ છે. મુંબઈથી વડોદરા સુધીના પ્રથમ તબક્કાની તૈયારીઓ શરુ થઇ ગઈ છે અને તેનું ડિસેમ્બરમાં શરુ થઇ જશે તેમજ અઢી વર્ષના સમયમાં તે ખતમ થઇ જશે.