loader

Breaking News


Home > Health > રક્તદાન દર ત્રણ મહિને કરી શકાય ખરા? જાણો


Foto

રક્તદાન દર ત્રણ મહિને કરી શકાય ખરા? જાણો

Oct. 18, 2018, 1:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સ્વૈચ્છિક રક્તદાનનો દર ૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. રક્તદાનને લઇને હજુ પણ ઘણી ખોટી બાબતે પ્રવર્તે છે. જેના તરફ ધ્યાન આપવાની જરૂર છે. રક્તદાન કરનારની વય ૧૮થી ૬૦ વર્ષની હોવી જોઇએ. આ વયની વ્યક્તિ દર ત્રીજા મહિને રક્તદાન કરી શકે છે.



રક્તદાન કરનાર વ્યક્તિનું વજન ૪૫ કિલોથી ઓછુ હોવું જોઇએ નહી. આ ઉપરાંત રક્તદાન કરનારને એચઆઇવી, હેપેટીટીસ બી, અને સી જેવી તકલીફ હોવી જોઇએ નહીં. ભારતમાં એકત્રીત કરવામાં આવતા રક્તનો ૪૭ ટકાથી વધુનો જથ્થો રિપ્લેશમેન્ટ ડોનર મારફતે આવે છે. આ લોકો જ્યારે પણ તેમના પરિવાર અથવા મિત્રોને જરૂર પડે છે ત્યારે રક્ત આપે છે. સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃતિ હજુ ધીમી દેખાઇ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ૪૫૦ એમએલ લોહી જે દાન કરાયું છે તે ૨થી ૩ દિવસમાં પુનઃ શરીરમાં થઇ જાય છે.

નિયમિત રીતે રક્તદાનથી કોઇપણ પ્રકારના રોગ પણ થતા નથી. એક યુનિટ લોહી ૪૫૦ એમએલ હોય છે. દાન કરવામાં આવેલા લોહી પૈકી અધડા લીટરથી ૩ વ્યક્તિની જાન બચાવી શકાય છે. દેશની વસ્તી એક થી ત્રણ ટકાની વસ્તી રક્તદાન કરે તો દેશની જરૂરીયાત માટે આ જથ્થો પુરતો સાબિત થઇ શકે છે. ૭૩ દેશોમાં રક્તદાનનો દર વસ્તીનાં એક ટકાથી પણ ઓછો છે.