loader

Breaking News


Home > Health > ચાં સાથે સિગરેટનું સેવન આપી શકે છે કેંસરને આમંત્રણ, વધુ જાણવા કરો ક્લિંક


Foto

ચાં સાથે સિગરેટનું સેવન આપી શકે છે કેંસરને આમંત્રણ, વધુ જાણવા કરો ક્લિંક

Nov. 2, 2018, 1:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ તેમ છતાં કેટલાક ખાસ સમય પર સિગરેટને ભૂલથી પણ પીવી જોઇએ નહીં. ચા અને સિગરેટનો એક જૂનો સંબંધ છે અને ઘણા બધા લોકોને ચા સાથે સિગરેટ પીવાનું ખૂબ પસંદ કરતા હોય છે. પરંતુ આ ટેવ જેણે પણ પાડી હોય તેણે તુરંત જ છુટકારો મેળવી લેવો જોઇએ.



ચા અને સિગરેટ સ્વાસ્થ્ય માટે ઘણી ઘાતક સાબિત થઇ શકે છે. ચાની સાથે સિગરેટ પીતા દરમિયાન બે ખતરનાક પદાર્થ નિકોટીન અને કેફીન એક સાથે તમારા શરીરમાં અંદર ચાલ્યા જાય છે. ચાની સાથે સિગરેટને પીવાથી તમને કેંસર થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. તાજેતરમાં થયેલા એક સ્વાસ્થ્ય સંશોધનમાં આ વાત સામે આવી છે કે સ્મોકિંગની સાથે ગરમ ચા પીવાથી એસોફેગલ કેંસર થવાનો પાંચ ગણું જોખમ વધી જાય છે. વાસ્તવમાં ગરમ ચા આપણા શરીરમાં એસોફેગલ ટિશુને પ્રભાવિત કરે છે અને એવામાં ચા સાથે સ્મોકીંગ કરવાથી એસોફેગલ કેંસર થઇ શકે છે.

કેટલાક લોકોને એવું હોય છે કે સિંગરેટ પીધા બાદ ચા કોફી પીવાનું મન કરે છે. આવું કેમ થાય છે, એની પર એક નવી શોધ કરવામાં આવી છે જે અનુસાર એના માટે તમારા જીન જવાબદાર હોય છે. શોધમાં જણાવવામાં આવ્યુ છે કે, સિગરેટમાં રહેલા નિકોટીન શરીરને બૂસ્ટ કરવા માટે વધારેમાં વધારે આ પ્રકારનાં નશીલા પદાર્થ લેવા માટે મજબૂર બનાવે છે. કોફીમાં કેફીન હોય છે, આ કારણથી લોકો કોફી પીવાનું પસંદ કરે છે.