loader

Breaking News


Home > National > મેસેજ ટ્રેપ કરનાર સોફ્ટવેર નથી બનાવી શકતાં, વોટ્સએપનો સરકારને જવાબ


Foto

મેસેજ ટ્રેપ કરનાર સોફ્ટવેર નથી બનાવી શકતાં, વોટ્સએપનો સરકારને જવાબ

Aug. 24, 2018, 12:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સોશ્યલ મેસેજિંગ એપ વોટ્સએપ છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં છે તેના દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં અફવા ફેલાવવામાં આવે છે જેને લીધે ઘણા લોકોના જીવ ગયા છે ત્યારે ભારત સરકારે વોટ્સએપ ને સૂચના આપી હતી કે તે મેસેજના જાણવા માટે અને તેને ટ્રેક કરવા માટે કોઈ tool શોધે. જો કે વોટ્સએપે એ જણાવ્યું હતું કે મેસેજ નો સ્ત્રોત શોધવો તે એન્ડ ટુ એન્ડ ડિસ્ક્રિપશનને નબળું કરવા જેવું છે તેમ જ એનાથી યુઝરની પ્રાઇવસી પણ પ્રભાવિત થશે.

રવિશંકર પ્રસાદે આ મુદ્દે કહ્યું હતું કે હજારો મેસેજ ક્યાંથી આવે છે તે જાણવું કોઈ રોકેટ સાયન્સ નથી તમારી પાસે તેનું સમાધાન શોધવા નો ઉપાય હોવો જોઈએ. આ મામલો ત્યારે ઉઠ્યો છે જયારે વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાહો ફેલાઈ જેને કારણે ભારતના ઘણા રાજ્યોમાં મોબ લિંચિંગ થયું. આઇટી મંત્રાલયે વોટ્સએપને બે વખત કાયદાનું પાલન કરતા આ પ્રકારમી અફવા વાળા મેસેજ રોકવા માટે જણાવ્યું હતું. જો કે હવે વોટ્સએપે પ્રાઇવસી પ્રોટેક્શનનું બહાનું આગળ ધરી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા છે.