loader

Breaking News


Home > National > PM મોદીનો વિપક્ષને જવાબ, મર્સિડીઝ કાર અને દૂધ પર એક ટેક્સ નથી લગાવી શકાતો


Foto

PM મોદીનો વિપક્ષને જવાબ, મર્સિડીઝ કાર અને દૂધ પર એક ટેક્સ નથી લગાવી શકાતો

July 2, 2018, 10:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : GST દિવસ પર આ ટેક્સ પ્રણાલીના વિરોધમાં ઉતરેલા વિરોધ પક્ષોને PM મોદીએ આકરા જવાબ આપ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જીએસટી હેઠળ તમામ વસ્તુઓ પર ૧૮ ટકાનાં એકસમાન દરથી ટેક્સ નહિ લગાવી શકાતો. જેનાથી ખાદ્યાન્ન અને અન્ય જરૂરી વસ્તુઓ પર ટેક્સ વધી જશે. તેઓએ જણાવ્યું હતું કે મર્સિડીઝ કાર અને દૂધ પર એકસાથે જ ટેક્સ નહિ લગાવી શકાતો.

PM મોદીએ જીએસટીને જટિલ બતાવવા વાળાઓને જવાબ આપતા કહ્યું હતું કે તેમાં લગભગ ૩૫૦ કરોડ બીલોને હજુ સુધી પ્રોસેસ કરી શકાય છે. ૧૧ કરોડ રીટર્ન દાખલ થયા છે. જો જીએસટી વાસ્તવમાં જટિલ છે તો આપણે આ આંકડાઓની આશા રાખી શકીએ તેમ જણાવ્યું હતું.