loader

Breaking News


Home > National > ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં મોદી સામે કોઈ ટકી નહી શકે : પ્રકાશસિંહ બાદલ


Foto

૨૦૧૯ લોકસભા ચુંટણીમાં મોદી સામે કોઈ ટકી નહી શકે : પ્રકાશસિંહ બાદલ

July 31, 2018, 9:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે કહ્યું છે કે, 2019 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિરોધ પક્ષના કોઈ ટકી નહિ શકે. વધુમાં તેમણે કહ્યું કે મોદી ઘણી મહેનત કરી રહ્યાં છે.

શિરોમણિ અકાલી દળના નેતા પ્રકાશ બાદલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશને ચલાવી શકે છે અને લોકો મોદી જેવા નેતા દેશ ચલાવે તેવું ઈચ્છે છે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે લોકો વધુ પાંચ વર્ષ મોદીજીને આપશે. જો કે આ સમય દરમિયાન બેઠકો વધુ કે ઓછી હોઈ શકે છે કારણ કે વડા પ્રધાને આપણા દેશના લોકોને તેમજ ભારતને વિશ્વની નજરોમાં ઊંચા ઉઠાવ્યા છે.

બાદલે જણાવ્યું હતું કે મેં ભાજપનાં નેતાઓને સલાહ આપી છે કે તમારે મુસ્લિમો અને ઈસાઈઓને સાથે લઈને ચાલવું પડશે. બાદલે કહ્યું કે તમે એકવાર સરકાર રચ્યા પછી તમે કોઈ પણ સમુદાય કે પક્ષ સાથે જોડાયેલા નથી પરંતુ સમગ્ર દેશ સાથે જોડાયેલા છો. તમારે બધા ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાનો આદર કરવો પડશે.