loader

Breaking News


Home > Health > શું માત્ર પ્રોટીન ડાયટથી પોષણ મળી શકે?, ક્લિંક કરી જાણો


Foto

શું માત્ર પ્રોટીન ડાયટથી પોષણ મળી શકે?, ક્લિંક કરી જાણો

May 28, 2018, 1:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શરીરને પૂરતા પોષકતત્વો મળી રહે તે માટે દરેક પ્રકારનો આહાર લેવો જરુરી છે. પરંતુ આજકાલ રેગ્યુલર જીમ અને પ્રોટીન ડાયેટ એ ફિટનેસ માટેની નવી ફોર્મ્યુલા બની ગઇ છે. સ્લીમ ફિગર ઇચ્છુક યુવતીઓમાં આનો ક્રેઝ સૌથી વધુ જોવા મળે છે. આજ કારણ છે કે તેમનામાં હાડકાની નબળાઇ, પગ ને કમરમાં દુઃખાવો જેવી ફરિયાદો જોવા મળે છે. વારંવાર વાઇરલ રોગની અસર પણ જોવા મળે છે.




નિષ્ણાંતોનું કહેવું છે કે શરીરને દરેક જરૂરિયાતને પૂરી કરવામાં પ્રોટીન સક્ષમ નથી. જો કે આ બાબત સાથે કેટલાક તબીબો સહમત નથી. તબીબોનું કહેવું છે કે હાલનાં દિવસોમાં એવા ઘણા મામલા જોવા મળી રહ્યા છે કે જેમાં હળવી ઇજાને લીધે પણ હાડકા તૂટી જાય છે. અથવા દરેક સમયે કમજારીનો ખૂબ અનુભવ થાય છે. તબીબોનાં માનવા પ્રમાણે ઓછા સમયમાં ઇચ્છિત ફિગરનાં મળી શકવાને કારણે આધુનિક સમયમાં યુવતીઓ કલાકો સુધી જીમમાં ધ્યાન આપે છે. સાથે સાથે તે પોતાનો ડાયેટ પણ ઓછો કરી નાખે છે. કેટલીક યુવતીઓ માત્ર પ્રોટીન ડાયેટ લેવાનું શરૂ કરે છે. કારણ કે તેમને એવી શંકા હોય છે કે પ્રોટીન ડાયેટ શરીરની તમામ જરુરિયાતો પૂરી કરે છે. આનાથી ફેટ જમા ના હોવાના કારણે ચહેરામાં તાજગી આવે છે પરંતુ આ પ્રકારની માન્યતા પણ સંપૂર્ણ પણે સાચી નથી.

સ્વસ્થ રહેવા માટે પ્રોટીનની સાથે વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ જેવા તમામ ઘટકોની જરૂર પડે છે. લાંબા સમય સુધી ખાવાપીવાની મોટાભાગની ચીજોથી દૂર રહેવાની ટેવથી શરીરમાં આ તત્વોની અછત થઇ જાય છે. જેના પરિણામ સ્વરૂપે સ્કીનથી લઇને હાડકાઓ ઉપર તેની અસર થાય છે. નોંધનીય છે કે વધારે વર્કઆઉટ કરનારા લોકોને સામાન્ય લોકોની સરખામણીમાં વધારે કેલરીની જરુર પડે છે. પૌષ્ટિક તત્વોની કમીથી શરીરમાંથી રોગપ્રતિકારક તત્વો ઘટી જાય છે. જેથી સ્નાયુ ને હાડકાઓમાં પીડા થાય છે તેમજ વાંરવાર વાઇરલ અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. તબીબોના જણાવ્યા પ્રમાણે પૌષ્ટિક ભોજન ન મળવાથી અથવા તો ખોટી રીતે જીમમાં વધારે સમય ગાળવાથી યુવકોમાં હાકડા ગળી જાય છે અને બોન ટીબી થવાની પણ શક્યતાઓ રહે છે.