loader

Breaking News


Home > National > કોંગ્રેસની હારના નબળા પાસા હોઈં શકે છે...?


Foto

કોંગ્રેસની હારના નબળા પાસા હોઈં શકે છે...?

May 23, 2019, 3:43 p.m.
      Whatsapp   

પ.બંગાળની કુલ 42  લોકસભા સીટો પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટેની ટક્કર જોવા મળી રહી છે. જયારે સૌથી ચૌંકાવનારી બાબત એ છે કે હરિયાણા, ગુજરાત, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં એનડીએ લગભગ ક્લીન સ્વીપની હાલતમાં પહોંચી ગઇ છે.

ઉત્તરપ્રદેશ અને બિહારમાં મહાગઠબંધન સંપૂર્ણ રીતે ભાજપ  સામે ફેલ પૂરવાર થયું છે. જે રીતે ભાજપ આગળ ચાલી રહી છે. સપા અને બસપા માટે બહુ મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે. જો કોંગ્રેસની વાત કરીએ તો સવાલ એ ઉભો થાય છે કે એ કયા કારણો છે જેને કારણે કોંગ્રેસ વિરોધી વાવાઝોડું ફુંકાયું છે...? વાત કરીએ કોંગ્રેસની હારની તો  સૌથી પ્રથમ આપને રાફેલ ડીલ મામલા પર નજર નાખીએ...

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં પીએમ મોદી પર સીધો ગોટાળાનો આરોપ લગાવ્યો અને મંચ પરથી તેમને 'ચોકીદાર ચોર છે' ના નારા લગાવ્યા. પરંતુ પીએમ મોદી એ આ આરોપનો મુકાબલો આક્રમક રીતે કર્યો અને ચોકીદાર ચોર છે ના જવાબમાં 'મેં ભી ચોકીદાર' નારા લગાવ્યો. અહીં એવું લાગી રહ્યું છે કે,રાહુલ ગાંધીનો પીએમ મોદી પર સીધો કૌભાંડનો આરોપ ભારતની જનતા સહન નથી કરી શકી.  

બલાકોટ એર સ્ટ્રાઈક પણ એક મહત્વનો ભાગ ભજવી જાય છે. બાલાકોટ એર સ્ટ્રાઈક પછી  ભાજપ રાષ્ટ્રવાદની લહેર પર સવાર થઇ. જ્યારે કોંગ્રેસ તેના પર પુરાવા માંગતા રહ્યા. મોદીએ આ ચૂંટણીમાં સેના અને ભાજપની છબીને એક કરી નાંખી અને ઓપરેશન બાલાકોટ બાદ ભાજપનો વિરોધ મતલબ સેનાનો વિરોધ બન્યો અને રાહુલ ગાંધી આ ધારણાને તોડી ન શક્યા. 

સાથે સાથે, દેશ રાષ્ટ્રવાદની લહેરમાં સવાર હતું ત્યારે કોંગ્રેસના ઘોષણાપત્રમાં જમ્મૂ કાશ્મીર સાથે જોડાયેલા અનુચ્છેદ 370માં છેડછાડ નહીં , અને  સેનાને મળેલા આફાસ્પાને હટાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને નરેન્દ્ર મોદીએ મુદ્દો બનાવ્યો.

સૌથી મહત્વની વાત કરીએ તો,  મોદીના 5 વર્ષના કાર્યકાળમાં કોઇપણ મંત્રી પર એકપણ કૌભાંડ નો આરોપ નથી. રાફેલ મુદ્દે પણ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી. તેની અસર પણ વોટરો પર નિશ્ચિતપણે પડી જ હશે. 

ગઠબંધનની વાત કરીએ તો, યુપીએને મજબુત કરવાની કોશીસમાં કોંગ્રેસ સંપૂર્ણ પાને નિષ્ફળ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બંગાળમાં પણ કોંગ્રેસ ગઠબંધનમાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. તો કેરળ અને તામીલનાડુના ગઠબંધનનો કોઈ ફાયદો કોંગ્રેસ ને મળ્યો નથી જે એક હકીકત છે.