loader

Breaking News


Home > Health > રોજ આ ખાવાથી કેન્સરને કહી શકાય છે બાય બાય


Foto

રોજ આ ખાવાથી કેન્સરને કહી શકાય છે બાય બાય

March 28, 2018, 7:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્સર થવાના ઘણા બધા કારણો છે તે જ રીતે તે બિમારીને દૂર કરવાનાં પણ ઘણા નુસખાઓ છે. સ્વસ્થ શરીર અને કેન્સર જેવા રોગથી દૂર રહેવા નિયમિત ટામેટા ખાવા જોઇએ.



ભારતીય મૂળનાં એક સંશોધકની આગેવાનીમાં વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો છે કે રાધેલા ટામેટામાં એક એવા પૌષ્ટિક તત્વો હોય છે જે પ્રોસ્ટેટ કેન્સરનાં કોષોની વૃદ્ધિને માત્ર ઓછી જ નથી કરતા પણ તેને મારી નાખે છે. યુનિવર્સિટી ઓફ પોટ્સમાઉથનાં ડૉક્ટર અને તેમના સહયોગીઓએ પ્રયોગશાળામાં પૌષ્ટિક તત્વ લાઇકોપિનનાં પ્રભાવોની તપાસ કરી હતી. બ્રિટીશ જનરલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ટામેટાને લાલ રંગ આપનાર લાઇકોપિન કેન્સરનાં કોષોની સ્વસ્થ લોહી સાથે જોડાવાની ક્ષમતા સમાપ્ત કરી દે છે. આ કારણે જો તમે રોજ ટામેટા ખાઓ છો તો કેન્સર જેવા ગંભીર રોગને બાય બાય કહી શકશો.