loader

Breaking News


Home > National > વિપક્ષી એકતાની પરીક્ષા, રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે TMC ઉતારશે ઉમેદવાર


Foto

વિપક્ષી એકતાની પરીક્ષા, રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે TMC ઉતારશે ઉમેદવાર

June 30, 2018, 2:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાજ્યસભાનાં ઉપસભાપતિ પીજે કુરિયનનો કાર્યકાળ આજે સમાપ્ત થઇ રહ્યો છે જેને કારણે રાજ્યસભા ઉપસભાપતિની ચુંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. દરેક પક્ષની નજર ચોમાસું સત્રમાં યોજાનાર ઉપસભાપતિની ચુંટણી પર છે. તેને ૨૦૧૯ પહેલા વિપક્ષોની પ્રથમ પરીક્ષા તરીકે જોવામાં આવી રહ્યું છે.

કર્ણાટકમાં નાટકીય ઘટનાક્રમે વિપક્ષી દળોને એક થવાનો મોકો આપ્યો જો કે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપની દોસ્તી તૂટતા તેનાં માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા ૪૧ વર્ષથી ઉપસભાપતિનું પદ કોંગ્રેસ પાસે છે. જો કે આવખતે કોંગ્રેસ જીતનો દાવો નથી કરી સકતી પરંતુ સમગ્ર વિપક્ષ ભેગા થઈને TMC નાં ઉમેદવારને સમર્થન આપશે.