loader

Breaking News


Home > Gujarat > પાટનગર બન્યુ કચરા નગરી, સફાઇનાં નામે દેખાયુ મીંડુ


Foto

પાટનગર બન્યુ કચરા નગરી, સફાઇનાં નામે દેખાયુ મીંડુ

May 4, 2018, 11:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં જ્યારે નોટીફાઈડ એરીયા કચેરી દ્વારા શહેરનું સંચાલન ચાલતું હતું તે સારું હતું તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગાંધીનગર મહાનગર પાલીકા અસ્તિત્વમાં આવ્યા બાદ રામ રાજ્ય પ્રજા સુખી અને કચરાથી પ્રજા માટે દુખી જેવી હાલત છે.



શહેરના તમામ રોડ, રસ્તા ઉપર કચરાની પેટીઓ મુકવામાં આવી છે. ત્યારે કચરો લઇ જવામાં રોજબરોજ આવે છે કે કેમ ? તે હવે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. શહેરમાં ગાં.મનપા દ્વારા ટેક્સની ઉઘરાણી કરવામાં આવે છે. ત્યારે આ ટેક્ષની ઉઘરાણીમાં તમામ ટેક્ષદાતાઓને ત્યાં ઘર પાસે સાફ-સફાઈનો વેરો ઉઘરાવવામાં આવે છે. ત્યારે કચરો લઈ જતી ગાડી ઘરે-ઘરે ફરી રહી છે. પણ સાફ-સફાઈના નામે હાલ પણ મીંડુ છે. ત્યારે નામદાર કોર્ટ પણ તેના આદેશમાં સુચના આપે છે કે જો ટેક્ષ ભરવા છતાં તંત્ર કે કચેરી સેવાઓ ન આપતી ત્યારે ટેક્ષ ન ભરવો જાઈએ ત્યારે રોડ, રસ્તા પર કચરાના ઢગલા અને તેમાંય પણ આવે આવી કચરાની પેટીઓ ભરાવી હોવા છતાં હજુ સુધી લેવા ન આવતા હોવાથી રાય પણ ઉઠવા પામી છે. ત્યારે ત્યારે ઘરદીઢ વેરો ઉઘરાવતા હોશીયાર એવી મનપા સાફ-સફાઈના નામે મીડું છે. ત્યારે આજે પણ સામાન્ય સભાને લઈને બજેટમાં ઠરાવ થયા બાદ પણ આંતરીક સેક્ટરોની સાફ સફાઈ થતી નથી અને ગુજરાતનું કહેવાતું પાટનગર ગંદકીથી ખદબદતું હોય તેમ કચરાનગરી બનતું જાય છે.