loader

Breaking News


Home > Gujarat > પાટનગર યોજના વિભાગ ભ્રષ્ટાચારનું ભોરીંગ, શહેરના માર્ગોમાં ભારે કટકી ?


Foto

પાટનગર યોજના વિભાગ ભ્રષ્ટાચારનું ભોરીંગ, શહેરના માર્ગોમાં ભારે કટકી ?

May 3, 2018, 5:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : માનવમિત્ર દ્વારા તા. ૨૩-૪- ૨૦૧૮ના રોજ શહેરના આંતરીક, મુખ્ય માર્ગો પર કોરોડોનો ભ્રષ્ટાચારના સમાચાર પ્રસિદ્ધ થયેલ જેમાં નગરજનો દ્વારા પણ આ બાબતે સારો આવકાર મળવા પામ્યો હતો. ત્યારે પ્રજાના પૈસા અને સરકારે ફાળવેલા વિકાસના નાંણા જે પાટનગર યોજનાને ત્રણ તબક્કે આપતા હતા તેમાંથી બે વર્ષ બાદ ટેન્ડરીંગ કરીને કોન્ટ્રાક્ટરોને કામની વહેંચણી કરવામાં આવી હતી. ત્યારે પાટનગરના યોજના વિભાગોને કોન્ટ્રાક્ટરોને કામની પ્રક્રિયા, ટેન્ડરીંગ તથા જે હુકમની નકલ આપી હતી તેમાં શરતો પણ મુકવામાં આવી હતી ત્યારે હુકમની અને જે શરતો હતી તેમાં કોઈ જ કોન્ટ્રાક્ટરો પાલન કર્યું નથી. ત્યારે રોડ, રસ્તા મુખ્ય માર્ગો ઉપર કપચી નાખ્યા બાદ ડામર પાથરવામાં પણ ભ્રષ્ટાચારનો લુણો લાગ્યો હોય તેમ આજે ડામર તો દૂર રહ્યો પણ કપચી પણ નીકળી જવા લાગી છે. ત્યારે પા.યો.વિભાગના કયાં અધિકારી સર્ટીફીકેટ યોગ્ય કામનું આપ્યું છે તે હાલ યથાર્થ પ્રશ્ન ઉભો થયો હોઈ જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગાં.મનપાની હાલત ધોબીના કૂતરા જેવી છે. માલમલાઈ પા.યો. વિભાગ અને કોન્ટ્રાક્ટરો કાય અને મનપાને છેલ્લે વાસણ સાફ કરવાના હોય તેવી હાલત છે. ત્યારે આખરે રોડ, રસ્તાનો દોષનો ટોપલો પણ ગાં.મનપાના શીરે આપી રહ્યો છે. લોકોની એક નહીં પણ અનેક ફરીયાદો ઉઠવા ગાં.મનપાના સ્ટે. કમિટીના ચેરમેનની આૅફિસમાં વસાહતીયો દ્વારા ગાંધીનગરના રોડ, રસ્તા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. અને રોડ રસ્તા બાબતે સ્ટે. કમીટીના ચેરમેનની આૅફિસે મોટી સંખ્યામાં સીનીયર સીટીઝનોએ રોડ , રસ્તામાં થયેલા બોંદા કામોની ત્રસ્ત પ્રજાએ મનુ પટેલને આ બાબતે ફરીયાદ કરી હતી. ત્યારે ગાં.મનપાની સત્તા રોડ, રસ્તા બાંધવાની નથી પણ આ રોડ, રસ્તા બાંધવાની સત્તા પા.યો.વિભાગની છે ત્યારે જે સરકારમાંથી ગ્રાન્ટ આવે તે રોડ, રસ્તા બાંધવાની સત્તા પા.યો.વિ.ને ત્યારે સરકારમાં ગ્રાન્ટ આવે તે રોડ, રસ્તાના વિકાસ માટે ફાળવી હતી અને જે રકમ ફાળવી હતી તે અધધ...૪૪ કરોડ તર્ણ હપ્તામાં ચુકવ્યા બાદ પણ રોડનાં ઠેકાણા નથી. આજે રોડ રસ્તા પર કપચી ઉખી જવા પામી છે.

રોડ રસ્તા તૂટેલા હોય ત્યારે તેના ઉપર રીસફેર જ તમામ જગ્યાએ ગાંધીનગરમાં કરવાનું હોય છે. ત્યારે આ રોડની જડાઈ પણ યોગ્ય રીતે માલ નહીં નાખ્યા હોવાની રાય મળી છે. તથા રોડ રીસરફેસમાં તેની જાડાઈ જે થવી જાઈએ તે થઈ જ નથી અને ૧ ઈંચમાં ત્રણ ભાગ કરી દીધા હોય તેવી રોડ, રસ્તાની હાલત જાવા મળી રહી છે. ત્યારે રોડ રસ્તા બનાવ્યા બાદ માટીનું લેવલ પણ તમામ બોર્ડર પર કરવું પડે તે ક્યાં કરેલું જ નથી. ત્યારે આ કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયાના બીલો પાટનગર યોજના વિભાગે કઈ રીતે પાસ કર્યા તે હાલ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.

ગાંધીનગરમાંતી વસાહતીઓ, મંડળોની ફરીયાદોનો ધોધ ગાં.મનપાના સ્ટે. કમિટીના ચેરમેનના દ્વારા સુધી પહોંચતા, આખરે સ્ટે. કમિટીના ચેરમેને પણ જાત તપાસ કરતાં રોડ રસ્તાની કમગીચમાં ખામી, રોડ રસ્તાની સાડમાં ક્યાંય માટી પણ નહીં નાંખઈ હોવાનું પણ પ્રસ્થાપીત થવા પામેલ છે. ત્યારે આ બાબતે સ્ટે. કમિટીના ચેરમેન મનુભાઈ પટેલે સચીવશ્રી માર્ગ અને મકાન વિભાગ, મુખ્ય ઈજનેર રાવતને પણ લેખીતમાં પત્ર પાઠવેલ છે. પ્રજાના પૈસાનું પાણી થતાં અને પ્રજાની અનેક ફરીયાદો મળતાં આખરે સ્ટે. કમિટીના ચેરમેને પા.યો.વિભાગને ઢંઢોળવા કવાયત તેજ કરી છે. ત્યારે રોહ રસ્તાની જાડાઈ, લેવલના કોઈ જ ઠેકાણા નથી, ત્યારે સેક્ટરોમાં સે.૨,૫,૭,૧૩ મહાત્મા મંદિરના જ રોડ ઉપર તો કપચી અને ગટરના ઢાંકણા તતા લેવલીંગ મોટા ભાગનું તૂટી જવા પામેલ છે. સાંજે લીલો પાસ કરાવવા મોટું સેટીંગ ડોટકોમ ઘ-૪ની પાછળ આવેલા વહીવટીઆવો સંભાળીને ચાની કીટલીઓ ઉપર ચુસ્કી મારીને ત્યાં બીલો પાસ કરાવવાનું સેટીંગ ડોટ કોમ અને ટકાવારી નક્કી થતી હોવાની પણ સુત્રો દ્વારા માહિતી મળવા પામી છે. આગળનો લેખ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરોશહેરના આંતરીક, મુખ્ય માર્ગો પર કરોડોનો ભ્રષ્ટાચાર, પાટનગર યોજના વિભાગ કોન્ટ્રાક્ટરોની મીલીભગત